સ્પેનિશ પ્રોફેશનલ ટેનિસ ખેલાડી અને હાલમાં વિશ્વના બીજા ક્રમાંકિત ખેલાડી રાફેલ નડાલે વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં પુરૂષોના વર્ગમાં સિગલ્સનો તાજ જીતીને પોતાની સર્વોપરિતા ફરી એકવાર પુરવાર કરી છે. કિંગ ઓફ ક્લે તરીકેની તેની છાપ અકબંધ રહી છે. ઇતિહાસમાં તે ક્લે કોર્ટના હજુ સુધીના સૌથી મહાન ખેલાડી તરીકે છે. આની સાબિતી પણ તે આપી ચુક્યો છે. તે ૧૨મી વખત ફ્રેન્ચ ઓપનમાં તાજ જીતી ગયો છે. સતત બીજા વર્ષે તે ચેમ્પિયન બન્યો છે. તે ક્લે કોર્ટનો તો કિંગ છે પરંતુ સાથે સાથે ટેનિસની તમામ ગ્રાન્ડ સ્લેમ પણ જીતી ચુક્યો છે. જેમાં બે વખત વિમ્બલ્ડનનો સમાવેશ થાય છે. યુએ ઓપન અને ઓસ્ટ્રેલિયન ઓપનના તાજ પણ તે પોતાના નામ પર કરી ચુક્યો છે.
ઓલ ટાઇમના મહાન ખેલાડીમાં તે સામેલ રહ્યો છે. નડાલનુ નામ આવતાની સાથે અનેક રેકોર્ડ દિલો દિમાગ પર આવી જાય છે જેમાં ૧૮ ગ્રાન્ડ સ્લેમ, રેકોર્ડ ૩૨ એટીપી વર્લ્ડ ટુર માર્ટર્સ ૧૦૦૦ ટાઇટલ્સ, રેકોર્ડ ૨૦ એટીપી વર્લ્ડ ટુર ૫૦૦ ટુર્નામેન્ટ અને ૨૦૦૮માં ઓલિÂમ્પક ગોલ્ડનો પણ સમાવેશ થાય છે. મેજર સ્પર્ધાની વાત કરવામાં આવે તો તે ૧૨ વખત ફ્રેન્ચ ઓન, ત્રણ વખત યુએસ ઓપન, બે વખત વિમ્બલ્ડન અને એક વખત ઓસ્ટ્રેલિયન ઓપનમાં પણ વિજેતા થયો છે. વર્ષ ૨૦૦૪, ૨૦૦૮, ૨૦૦૯ અને વર્ષ ૨૦૧૧માં જ્યારે સ્પેનની ટીમ ડેવિસ કપમાં વિજેતા બની ત્યારે તે ટીમના હિસ્સા તરીકે રહ્યો હતો. વર્ષ ૨૦૧૦માં તે મોટી સિદ્ધી હાંસલ કરી ગયો હતો. એ વખતે તે ૨૪ વર્ષની વયમાં કેરિયર ગ્રાન્ડ સ્લેમની સિદ્ધી હાંસલ કરનાર પાંચ ખેલાડી પૈકી સૌથી યુવા ખેલાડી બની ગયો હતો. નડાલ આન્દ્રે આગાસી બાદ સિંગલ કેરિયર ગોલ્ડન સ્લેમ સિદ્ધી હાંલ કરનાર બીજા ખેલાડી છે.
તેની શાનદાર સફળતાના કારણે તે ૨૦૧૧માં લોરિય વર્લ્ડ સ્પોર્ટસમેન ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો હતો. ખુબ ઓછા ટેનિસ ચાહકો જાણે છે કે સ્પેનના બાલેરિક આઇલેન્ડમાં મનાકોરમાં જન્મેલા નડાલે ઝડપથી એકપછી એક સિદ્ધી હાંસલ કરવાની શરૂઆત કરી દીધી હતી. તેના પિતા સેબાÂસ્ટયન નડાલ એક બિઝનેસમેન છે. તે પોતાની ઇન્સ્યોરન્સ કંપની ધરાવે છે. ઉપરાંત ગ્લાસ એન્ડ વિન્ડો કંપની પણ ધરાવે છે. નડાલની માતા અના મારિયા એક હાઉસવાઇફ તરીકે રહી છે. નડાલમાં અનેક પ્રકારની વિશેષતા રહેલી છે તે બાબતને સૌથી પહેલા પૂર્વ પ્રોફેશનલ ટેનિસ ખેલાડી ટોની નડાલે ઓળખી કાઢી હતી. એ વખતે તે માત્ર ત્રણ વર્ષનો હતો. આઠ વર્ષની વયમાં તે અંડર ૧૨ રિઝનલ ટેનિસ ચેમ્પિયશીપ જીતી ગયો હતો. ત્યારબાદ ટોની નડાલે તેની કઠોર ટ્રેનિંગ શરૂ કરી હતી. નડાલ જ્યારે ૧૨ વર્ષનો હતો ત્યારે તે તેની વય ગ્રુપમાં સ્પેનિશ અને યુરોપિયન ટેનિસ ટાઇટલ જીતી ગયો હતો.
નડાલના પિતાએ તેની સામે ટેનિસ અથવા તો ફુટબોલ કોઇ બે માથી એક પસંદ કરવા માટે તેને કહ્યુ હતુ. એ વખતે નડાલે ટેનિસ પર પસંદગી ઉતારી હતી. જ્યારે તે ૧૪ વર્ષનો હતો ત્યારે સ્પેનિશ ટેનિસ ફેડરેસનેતેની ટેનિસ ટ્રેનિંગને આગળ વધારી દેવા મલ્લોરકા છોડીને બાર્સેલોના જવા માટે કહ્યુહતુ. એ વખતે નડાલના પરિવારના સભ્યોએ આ વિનંતિને ફગાવી દીધી હતી. પરિવારના સભ્યોને દહેશત હતી કે આના કારણે તે શિક્ષણ બગાડી કાઢશે. ભારે મહેનત બાદ તે ૧૫ વર્ષની વયે પ્રોફેશનલ ટેનિસમાં એન્ટ્રી કરી ગયો હતો. વર્ષ ૨૦૦૨માં તે વિમ્બલ્ડનમાં બોયસ સિગલ્સમાં સેમીફાઇનલમાં પહોંચ્યોહતો. વર્ષ ૨૦૦૩માં તે એટીપી ન્યુકમર ઓફ ધ યરનો એવોર્ડ જીતી ગયો હતો.માત્ર ૧૭ વર્ષની વયમાં રોજર ફેડરરને હાર આપીને તે વિમ્લ્ડનમાં ત્રીજા રાઉન્ડમાં પહોંચનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો. તે પહેલા બોરિસ બેકરે આ સિદ્ધી હાંસલ કરી હતી.
૧૯ વર્ષની વયમાં તે સૌથી પહેલા ફ્રેન્ચ ઓપનમાં વિજેતા બન્યો હતો. ત્યારબાદથી નડાલે એકપછી એક સિદ્ધી હાંસલ કરી હતી. નડાલે ફરી એકવાર સાબિતી આપી છે કે તે ક્લે કોર્ટના બાદશાહ તરીકે છે. તેનો ક્લે કોર્ટ પર કોઇ જવાબ નથી. ફાઇનલ મેચમાં રાફેલ નડાલે સીધા સેટામાં ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમ પર સતત બીજા વર્ષે જીત મેળવી હતી. તે ૧૨મી વખત વિજેતા બની ગયો છે. નડાલ ગયા વર્ષે પણ વિજેતા ન્યો હતો. વર્ષ ૨૦૦૫માં તે પ્રથમ વખત મેદાનમાં ઉતર્યો હતો. ૧૯ વર્ષની વયમાં સ્ટાર રાફેલ નડાલ સૌથી પહેલા અહીં ચેમ્પિયન બન્યો હતો. તે ૩૩ વર્ષની વયે પણ અહીં પ્રભુત્વ અકબંધ રહ્યુ છે. તે દુનિયામાં માત્ર બીજા એવો ખેલાડી બની ગયો છે જે કેરિયરમાં એક જ ગ્રાન્ડ સ્લેમ ૧૨ વખત જીતી ચુક્યો છે. આ પહેલા આ સિદ્ધી મહિલા સ્ટાર માર્ગારેટ કોર્ટે મેળવી હતી. તે ૧૯૭૪થી પૂર્વે ૧૧ વખત ચેમ્પિયન બની હતી. નડાલે હવે અનેક રેકોર્ડ પોતાના નામ પર કરી લીધા છે. નડાલે તે પહેલા બાર્સેલોના અને મોન્ટે કાર્લોમાં ૧૧-૧૧ વખત ટ્રોફી જીતવામાં સફળતા હાંસલ કરી છે.