નવી દિલ્હી : હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના નવા વડા આર માધવને કંપનીને રાફેલ ડિલ સાથે જાડાયેલી રાજનીતિથી દૂર રહેવા માટેની સલાહ આપી છે. વિપક્ષે આને લઇને સરકાર ઉપર ઓફસેટ કોન્ટ્રાક્ટમાં એચએએલની અવગણના કરવાનો આક્ષેપ કર્યો છે. સપ્ટેમ્બર મહિનામાં એચએએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમાયા બાદ પ્રથમ ઇન્ટરવ્યુમાં માધવને કહ્યું છે કે, કંપની કોઇપણ પ્રકારના ઓફસેટ બિઝનેસમાં નથી તે રાફેલ ડિલ હેઠળ ૩૦૦૦૦ કરોડના ઓફસેટ કોન્ટ્રાક્ટને લઇને દાવેદાર ન હતી. તેમનું કહેવું છે કે, એચએએલે પોતાના કર્ચારીઓને કહ્યું છે કે, આ મામલામાં કોઇપણ રાજકીય પાર્ટી સાથે સંપર્ક રાખવામાં ન આવે. જા કર્મચારી આ મામલામાં કોઇ પાર્ટી સાથે જાડાશે તો તેની પ્રતિકુળ અસર થશે. કંપનીની છાપ ખરાબ થશે.
તેમણે કહ્યું હતું કે, કંપનીના યુનિયનો પણ આ સંદર્ભમાં વલણ સ્પષ્ટ કરી ચુક્યા છે. તેમનું કહેવું છે કે, આ મામલામાં કોઇપણ પાર્ટીની તરફેણમાં નથી. માધવને કહ્યું હતું કે, એચએએલનું કામ વિમાન બનાવવાનું રહેલું છે. કંપની ઓફસેટ બિઝનેસમાં નથી. ટેકનોલોજી ટ્રાન્સફર અને પ્રોડક્શન, અન્ય બાબતો ઓફસેટથી બિલકુલ અલગ છે. માધવને કહ્યું હતું કે, અલગ અલગ પ્રોગ્રામમાં એચએએલની પાસે કેટલાક ઓફસેટ કારોબાર આવી શકે છે પરંતુ કંપની મૂળભૂતરીતે ઓફસેટ પાર્ટનર તરીકે નથી. માધવને કહ્યું હતું કે, કંપની એલસીએલના ઉત્પાદનને વધારી રહી છે. આના માટે વધારે ઓર્ડર પમ મળી રહ્યા છે.
માધવને કહ્યું હતું કે, ભારતીય લાઇટ વિમાનોની નિકાસની સારી શક્યતા રહેલી છે. કંપનીને ખાનગી સેક્ટરની કંપની લાર્સન એન્ડ ટુબ્રો, આલ્ફા ડિઝાઈન અને ડાયનેમેટિક્સ સાથે પાર્ટનરશીપ કરવાની તક મળી છે. આ તમામ કંપનીઓ એલસીએની પૂર્ણ માળખુ તૈયાર કરશે. એચએએલની ભૂમિકા આમા અંતિમ ઇÂન્ટગ્રેશનમાં રહેશે. માધવને કહ્યું હતું કે, કંપની ડિઝાઈન અને ઇન્ટીગ્રેશન તથા ફ્લાઇટ ટેસ્ટિંગ અને સપોર્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છુક છે. એચએએલને મજબૂત કંપની તરીકે દર્શાવીને માધવને કહ્યું છે કે, ભારતીય હવાઈ દળ જે વિમાનોનો ઉપયોગ કરે છે તે પૈકી ૭૫ ટકાની દેખરેખ એચએએલ કરે છે. કોઇપણ ટેકનિકલ એરિયામાં એચએએલની કુશળતા સામે પ્રશ્નો કરી શકાય નહીં. માધવને એમ પણ કહ્યું છે કે, ભારતીય હવાઇ દળ જે વિમાનોનો ઉપયોગ કરે છે તે પૈકી ૭૫ ટકાની દેખરેખનું કામ એચએએલ દ્વારા કરવામાં આવે છે.