નવી દિલ્હીઃ ભારત અને ફ્રાંસ સરકાર વચ્ચે રાફેલ જેટ વિમાનને લઇને થયેલી ડિલ મુદ્દે લાંબા સમયથી વિવાદ થઇ રહ્યો છે. વિરોધ પક્ષ ફાઇટર જેટની કિંમત અને આ પ્રોજેક્ટમાં ભાગીદાર ભારતીય કંપનીની પસંદગીને લઇને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
બીજી બાજુ વિદેશ રાજ્યમંત્રી જનરલ વીકે સિંહે રાફેલ ડિલને લઇને સરકારનો બચાવ કર્યો છે. દુબઈમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં લોકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે, જ્યારે બે દેશોની સરકાર વચ્ચે કોઇ ડિલ થાય છે ત્યારે સાધનો બનાવવાનું કામ સરકારનું નથી કંપની હોય છે અને તે ભાગીદારની પસંદગી કરે છે.
સિંહે કહ્યું હતું કે, જા ફ્રેન્સીસી કંપની દસો એવિએશન દ્વારા ભારત સરકારની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને કામ માટે યોગ્ય ગણી નથી તો આને લઇને હોબાળો કરવાની જરૂર નથી. સિંહે કહ્યું હતું કે, કંપની સાધનો બનાવી રહી છે અને તે જ નક્કી કરે છે કે, કોને જવાબદારી આપવી પડશે. દસો દ્વારા જે કંપનીની પસંદગી કરવામાં આવી હતી તે પૈકી એક અનિલ અંબાણીની કંપની હતી. રાફેલ ડિલના મુદ્દા ઉપર મોદી સરકારની ફ્રાંસ સાથે વાતચીત થઇ હતી.