જ્યાં સુધી અમે ૯-૧૦ વર્ષના થયા ન હતા ત્યાં સુધી અમે તમામ બાળકો કાગળના વિમાનો બનાવીને ઉડાડતા હતા -ે થોડીક સેકન્ડોમાં જમીન પર પડી જતા હતા. અમે તેને ફરી ઉડાડતા હતા અને તે ફરી પડી જતા હતા. પરંતુ અમે બાળકો હતા જેથી આ રમતમાં ખુબ મજા આવતી હતી. પરંતુ અમે જેમ જ ૧૨થી ૧૩ વર્ષના થયા કે આ રમત રમવાનુ બંધ કરી દીધુ હતુ. પરંતુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી છે જે ૫૦ વર્ષની વયમાં પણ એ જ રમત રમી રહ્યા છે. કેટલાક તથ્યો પર નજર કરવામાં આવે તો કહી શકાય છે કે રાહુલના રાફેલ અને અન્ય મુદ્દા પર આરોપો આધારવગરના છે.
રાહુલ ગાંધીના ખોટો આરોપોની પોલ તો હમેંશા ખુલતી રહે છે પરંતુ મોદીના અંધવિરોધી લોકો રાહુલના ખોટા આરોપોને પણ હકીકત તરીકે સ્વીકારવા માટે મજબુર છે. પહેલા તો દસાલ્ટ દ્વારા રાહુલના આરોપોની પોલ ખોલી દીધી હતી. ત્યારબાદ રાહુલે કહ્યુ હતુ કે તેઓએ ફ્રાન્સના પ્રમુખ સાથે વાત કરી છે. ફ્રાન્સના પ્રમુખે પણ કહી દીધુ કે રાહુલ ગાંધીની સાથે કોઇ વાત થઇ નથી. સુપ્રીમ કોર્ટ અને કેન્દ્રિય ઓડિટ વિભાગે પણ રાફેલ પર પોતાની તપાસમાં કોઇ પણ પ્રકારના કોંભાડનો ઉલ્લેખ કર્યો નથી. આ બાબતો આજે તમામ લોકો જાણે છે. રાહુલના મોદી પર એવા આરોપ કે અનિલ અંબાણીના ખિસ્સામાં ૩૦ હજાર કરોડ રૂપિયા નાંખી દીધા છે. આના પર પણ અનિલ અંબાણી સ્પષ્ટ પણે કહી ચુક્યા છે કે હજુ સુધી તેમને કોઇ રૂપિયા મળ્યા નથી. રાહુલ ગાંધીએ એમ ક્યારેય કહ્યુ નથી કે આ સુચના અને સંખ્યા તેમની પાસે ક્યાંથી આવી છે. રાહુલ ગાંધી એમ પણ રાફેલને લઇને દરેક વખત જુદી જુદી કિંમતો આપે છે. એટલે કે તેમની પાસે સાંચી માહિતી નથી. યાદ રાખવા જેવી બાબત છે કે પોતાની સરકારની અવધિના અંતિમ સત્રમાં સંસદમાં તત્કાલીન સંરક્ષણ પ્રધાને કહ્યુ હતુ કે તેમની સરકારની પાસે રાફેલની ખરીદી કરવા માટે પૈસા નથી. તેઓ પોતાની સરકારના એ મુલ્યની તુલના કરી રહ્યા છે જે ક્યારેય રાખવામાં આવી ન હતી.
એટલુ જ નહીં આ ઝુઠ્ઠણાના કારણે અનિલ અંબાણીએ કોંગ્રેસના એક નેતાની સામે તો માનહાનીનો કેસ દાખલ કરી દીધો હતો. બીજા જુઠ્ઠાણો આરોપ એ રહ્યો છે કે રિલાયન્સ ડિફેન્સ એન્ડ એન્જિનિયરિંગ સર્વિસેસ કંપની માત્ર ૧૩ દિવસ જુની છે. આ કંપનીની સ્થાપના૧૭મી ઓક્ટોબર ૧૯૯૭ના દિવસે કરવામાં આવી હતી. ત્યારે તે કંપનીનુ નામ પિપાવ શિપ ડિસમેન્ટલિંગ એન્ડ એન્જિનિયરિંગ હતુ. ત્યારબાદ ૧૯મી એપ્રિલ ૨૦૦૫ના દિવસે આનુ નામ બદલીને પિપાવ શિપયાર્ડ કરી દેવામાં આવ્યુ હતુ. ડિસેમ્બર ૨૦૦૬માં આ કંપનીને ફ્રાન્સની બોરબોન ગ્રુપની એક કંપની પાસેથી શિપ માટે ઓર્ડર મળ્યો હતો. જુન ૨૦૦૯માં ઓએનજીસી પાસેથી ૧૨ તેલ ટેન્કર શિપ માટે ઓર્ડર મળ્યો હતો. વર્ષ ૨૦૧૦માં રશિયાની કંપની રોસોબોરોન એક્સપોર્ટ કંપનીની સાથે એક કરાર કરવામાં આવ્યો હતો. જે શિપ નિર્માણ માટેનો કરાર હતો. ભારતીય નોકા સેના માટે પણ શિપ બનાવવા માટેનો કરાર મળ્યો હતો. વર્ષ ૨૦૧૧માં ફ્રાન્સની એરબસ સાથે વિમાનોના કેટલાક સામાન બનાવવા માટે ઓર્ડર મળ્યો હતો.
આ જ વર્ષે બ્રિટનની કંપની બોબકોકની સાથે આધુનિક વિમાન બનાવવા માટે સમજુતી થઇ હતી. હવે તેનુ નામ બદલીને પિપાવ શિપયાર્ડથી પિપાવ ડિફેન્સ એન્ડ ઓફશોર એન્જિનિયરિંગ કંપની રાખવામાં આવ્યુ છે. વર્ષ ૨૦૧૩માં ઓએનજીસી અને અનેક યુરોપિયન દેશો માટે શિપ બનાવવા માટે ઓર્ડર મળ્યો હતો. આ દોરમાં તો કોંગ્રેસની જ સરકાર હતી. આ કંપની ભારતીય નોકા સેના માટે કામ કરી રહી હતી. એ વખતે કોઇએ કહ્યુ ન હતુ કે અનિલ અંબાણીના ખિસ્સામાં પૈસા ઉમેરી દેવામાં આવ્યા છે. આ ઓફસેટ પોર્ટનરવાળા કોન્ટ્રાક્ટ પણ ન હતા. અહીં આ બાબત કહેવી જરૂરી છે કે રાફેલના ઓફસેટ પાર્ટનરમાં માત્ર અનિલ અંબાણીની જ કંપની નથી. બલ્કે આશરે ૧૫૦ કંપનીઓને જુદા જુદા સ્પેરપાર્ટસ બનાવવા માટેની મંજુરી આપવામાં આવી છે. વર્તમાન સોદામાં મુખ્ય અને ગુપ્ત પાર્ટ તો માત્ર દસોલ્ટ બનાવનાર છે. વર્ષ ૨૦૧૬માં આ કંપનીનુ નામ બદલીને રિલાયન્સ ડિફેન્સ એન્ડ એન્જિનિયરિંગ સર્વિસેસ કરી દેવામાં આવ્યુ હતુ. જેથી કહી શકાય છે કે અનિલ અંબાણીની કંપની માત્ર ૧૦-૧૨ દિવસ જુની કંપની છે. તેની પાસે વિમાન બનાવવા માટે અનુભવ નથી. આ તમામ આરોપો રાહુલના ખોટા દેખાય છે. બિનજરૂરી આક્ષેપબાજી કરીને લોકોને ગેરમાર્ગે દોરનાર પાર્ટીથી સાવધાન થવાની જરૂર છે.