નવી દિલ્હી : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી રાફેલ ડિલને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ફરી એકવાર પ્રહાર કર્યા છે. દિલ્હીમાં યુથ કોંગ્રેસના એક કાર્યક્રમને સંબોધતા રાહુલે કહ્યું હતું કે, રાફેલ મુદ્દાના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉંઘ હરામ થઇ ગઇ છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે, મોદીએ રાફેલ ડિલને બદલતી વેળા સંરક્ષણમંત્રીને પણ કોઇ વાત કરી ન હતી. રાહુલે કહ્યું હતું કે, તેઓ હાલમાં જ મનોહર પારીકરને મળ્યા હતા. પારીકરે પોતે કહ્યું હતું કે, ડિલમાં ફેરફાર કરતી વેળા વડાપ્રધાને ભારતના એ વખતના સંરક્ષણંત્રી સાથે વાત કરી ન હતી. બીજી બાજુ ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકરે રાહુલ ગાંધીના આક્ષેપોને રદિયો આપ્યો છે.
આજે તેઓએ એક પત્ર મારફતે રાહુલના આક્ષેપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે, તેમને ખુબ જ નિરાશા હાથ લાગી છે. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી આ મુલાકાતને પોતાન રાજકીય ફાયદા માટે ઉપયોગ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ તેમની સાથે પાંચ મિનિટ ગાળ્યા હતા. આ ગાળા દરમિયાન રાફેલનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. આ મુદ્દા ઉપર કોઇ ચર્ચા થઇ ન હતી. કોંગ્રેસ પ્રમુખે ગઇકાલે પણજીમાં મુખ્યમંત્રીની ઓફિસમાં જઈને બિમાર મનોહર પારીકરને મળીને વાતચીત કરી હતી. કેન્સરની બિમારીથી લડી રહેલા પારીકર સક્રિય થયેલા છે અને સરકારી કામકાજમાં પણ હિસ્સો લઇ રહ્યા છે.
કોંગ્રેસ પ્રમુખે Âટ્વટ કરીને આને ખાનગી મુલાકાત ગણાવી છે અને કહ્યું છે કે, ગોવાના મુખ્યમંત્રી તરત સ્વસ્થ થાય તેમ તેઓ ઇચ્છે છે. રાહુલે આજે કહ્યું હતું કે, રાફેલ ઉપર અમે ત્રણથી ચાર પ્રશ્નો પુછી ચુક્યા છે પરંતુ મોદી ક્યારેય જવાબ આપતા નથી. ચોકીદાર નજર મિલાવીને વાત કરવાની સ્થિતિમાં નથી. તેમણે ઉમેર્યું હતું કે, રાત્રે ઉંઘ આવી રહી નથી. ઉંઘમાં અનિલ અંબાણીના ફોટા દેખાઈ રહ્યા છે. મોદી ઉપર પ્રહાર કરતા રાહુલે કહ્યું હતું કે, વડાપ્રધાન જુદા જુદા મુદ્દા ઉપર સ્પષ્ટ વાત કરી રહ્યા નથી. સંઘ ઉપર પણ રાહુલે પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, તેમને એવું લાગે છે કે, તેઓ ભારતથી વધીને છે. તેમને એવું લાગે છે કે તેઓ દેશમાં ઓથોરિટી અને જ્ઞાનના †ોત તરીકે છે. દેશમાં જ્ઞાનનો એક જ ભંડાર છે અને આ ભંડાર દેશના લોકોમાં છે. રાહુલ ગાંધીના દાવા અને ત્યારબાદ ગોવાના મુખ્યમંત્રી દ્વારા રાહુલના આક્ષેપોને રદિયો આપવામાં આવ્યો છે. મનોહર પારીકર હાલમાં અસ્વસ્થ થયેલા છે અને તેમની હાલત ખુબ જ કફોડી બનેલી છે. રાફેલને લઇને આગામી દિવસોમાં પણ ચર્ચાનો દોર જારી રહે તેવી શક્યતા દેખાઈ રહી છે.