રાફેલ ડીલના મામલાની ફાઇલ ફરી એકવાર ખુલી ગઇ છે. સુપ્રીમ કોર્ટે બુધવારના દિવસે રાફેલ ડીલ સાથે જાડાયેલા કેટલાક નવા દસ્તાવેજાના આધાર પર કેન્દ્ર સરકારની કેટલીક પ્રાથમિક આપત્તિને ફગાવી દીધી હતી. આ દસ્તાવેજા પર સરકારે પોતાના વિશેષાધિકારનો દાવો કર્યો હતો. કોર્ટે કહ્યુ છે કે રાફેલ વિમાનની ખરીદી સાથે જાડાયેલી તમામ અરજીને ફગાવી દેવાના ૧૪મ ડિસેમ્બર ૨૦૧૮ના નિર્ણયને લઇને દાખલ કરવામાં આવેલી ફેરવિચારણા અરજી પર હવે ગુણ દોષના આધાર પર નિર્ણય કરવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટે ૧૪મી માર્ચના દિવસે એવા વિશેષાધિકારવાળા દસ્તાવેજાની સ્વીકાર્યતાને લઇને કેન્દ્ર સરકારની પ્રાથમિક આપત્તિને લઇને પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
જેને પૂર્વ કેન્દ્રિય પ્રધાન યશવંતસિંહા, અરૂણ શૌરી અને વકીલ પ્રશાંત ભુષણે કોર્ટના ૧૪મી ડિસેમ્બરના ચુકાદાની સામે દાખલ કરવામાં આવેલી ફેરવિચારણા અરજીમાં સામેલ કર્યા હતા. રાફેલ યુદ્ધ વિમાનોની ખરીદીમાં ગેરરિતીનો આરોપ તો છેલ્લા એક બે વર્ષથી વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ ઉપરાંત અન્ય કેટલા નેતાઓએ પણ આરોપ કર્યો છે. આ સંબંધમાં કેટલી અરજી દાખલ કરવામાં આવી ચુકી છે. પરંતુ આરોપો મુકનારને ૧૪મી ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે આપવામાં આવેલા ચુકાદાથી મોટો ફટકો પડ્યો હતો. જેમાં કોર્ટે રાફેલ વિમાનની ખરીદી પ્રક્રિયામાં કોઇ પણ પ્રકારની અનિયમિતતા હોવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ એ વખતે પણ આ બાબત સ્પષ્ટ થઇ શક ન હતી કે કોર્ટે આખરે ક્યાં આધાર પર અથવા તો દસ્તાવેજા અને દલીલોના આધાર પર સરકારને ક્લીન ચીટ આપી હતી.
આ બાબત યોગ્ય છે કે કેટલાક મુદ્દા એટલા સંવેદનશીલ હોય છે કે તેની વિગત જાહેર કરી શકાય નહી. પરંતુ અરજી કરનાર લોકોને જવાબ તરીકે કેટલીક બાબતોની માહિતી મળે તે જરૂરી છે. જેથી તમામ લોકોને સંતોષ થાય. અરજી કરનાર લોકો અને સાથે સાથે દેશના લોકોને પણ લાગે કે સંરક્ષણ સોદામાં કરાર બિલકુલ પારદર્શક રીતે થઇ રહ્યા છે. કોર્ટમાં ન્યાય થાય તે બાબત ઉપયોગી છે. પરંતુ ન્યાય થાય તે તમામ લોકો જુએ તે તેના કરતા વધારે મહત્વપૂર્ણ છે.થોડાક સમય પહેલા મિડિયામાં કેટલીક વિગત સપાટી પર આવી હતી. ત્યારબાદ અરજી કરનાર લોકોએ ફેરવિચારણા અરજી દાખલ કરીને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજા કોર્ટ સમક્ષ પુરાવા તરીકે રજૂ કર્યા હતા.જેના સંબંધમાં કેન્દ્ર સરકારે કોર્ટમાં કહ્યુ હતુ કે અરજી કરનાર લોકોએ આ દસ્તાવેજા ગેરકાયદે રીતે હાંસલ કરી લીધા છે. જેથી કોર્ટ તેને સ્વીકાર ન કરે. જવાબમાં કોર્ટે કહ્યુ હતુ કે અમે કેન્દ્ર દ્વારા સમીક્ષા અરજીમાં કરવામાં આવેલા વાંધાઓને સ્વીકારતા નથી. કોર્ટના આ નિર્ણય બાદ રાફેલ સોદાબાજીમાં Âસ્થતી વધારે સ્પષ્ટ થવાના સંકેત દેખાઇ રહ્યા છે. સ્વાભાવિક છે કે આ મામલો સંરક્ષણ સોદાબાજીમાં પારદર્શકતા સાથે સંબંધિત છે. વિતેલા વર્ષોમાં કેટલાક સંરક્ષણ સોદાબાજીને લાંચના કારણે રદ કરવા પડ્યા હતા. જેનુ નુકસાન અમારી સેના આજ સુધી ઉઠાવી રહી છે.
આવી Âસ્થતી ફરી ઉભી ન થાય તે માટે કોર્ટને રાફેલ સોદાબાજીમાં પોતાના ચુકાદાને આપવાની સાથે સાથે કેટલીક એવી માર્ગદર્શિકા તૈયાર કરવી જાઇએ જેના કારણે તમામ બાબતો પહેલાથી જ સપાટી પર આવે અને કોઇ પણ પ્રકારના હોબાળા ન થાય. રાફેલના લીક દસ્તાવેજાને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યા છે. સાથે સાથે ફરી સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ફેંસલો કર્યો હતો. રાફેલ મામલે રિવ્યુ પિટિશન પર નવા દસ્તાવેજાના આધાર પર સુનાવણીનો ફેંસલો કરવામાં આવતા સરકારને ફટકો પડ્યો છે. ભારત અને ફ્રાંસે ૩૬ રાફેલ વિમાનોની ખરીદી માટે ૨૩મી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે ૭.૮૭ અબજ યુરો અથવા તો ૫૯૦૦૦ કરોડ રૂપિયાની સોદાબાજી ઉપર હસ્તાક્ષર કર્યા હતા. આ બંને દેશો વચ્ચેની સરકારો વચ્ચે સમજૂતિ થઇ હતી. ભારતીય એરફોર્સના અપગ્રેડેશન પ્લાન હેઠળ આ સમજૂતિ કરવામાં આવી હતી. આ વિમાનો ફ્રાંસની દસો કંપની દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે. વિમાન ભારતને સપ્ટેમ્બર ૨૦૧૯થી મળવાની શરૂઆત થશે. આ સોદાબાજીની રૂપરેખા સૌથી પહેલા એપ્રિલ ૨૦૧૫માં મોદીની ફ્રાંસની યાત્રા સાથે થઇ હતી. ૧૦મી એપ્રિલ ૨૦૧૫ના દિવસે વડાપ્રધાન મોદી અને તત્કાલિકન ફ્રાન્સીસી પ્રમુખ ઓલાંદ દ્વારા સંયુક્ત નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું હતું કે, બંને સરકારોએ ૩૬ રાફેલ યુદ્ધ વિમાનો માટે સહમત થઇ છે. ત્યારબાદ આને લઇને તમામ બાબતો આગળ વધી હતી. જા કે, ભારતમાં આને લઇને હોબાળો શરૂ થઇ ગયો હતો.