નવી દિલ્હી : રાફેલ ડિલમાં અનિયમિતતાને લઇને ઘમસાણની સ્થિતિ જારી રહી છે. ભાજપ અને કોંગ્રેસના એકબીજા ઉપર આક્ષેપો જારી છે. હવે કોંગ્રેસ પાર્ટીના આક્ષેપ વચ્ચે કેગે પોતાના અહેવાલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી દીધો છે. કોંગ્રેસ સહિત અનેક વિરોધ પક્ષો રાફેલ ડિલને લઇને સરકાર ઉપર પ્રહાર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આ ડિલ ઉપર તૈયાર કેગના રિપોર્ટને લઇને સંસદમાં રજૂ કરવા પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. મળેલી માહિતી મુજબ કેગે રાફેલ ડિલ ઉપર તૈયાર પોતાના રિપોર્ટ સત્તાવારરીતે રાષ્ટ્રપતિને મોકલી દીધો છે. કેગે પોતાના રિપોર્ટની એક કોપી રાષ્ટ્રપતિને અને બીજી કોપી નાણામંત્રાલયને મોકલી દીધી છે. એમ માનવામાં આવે છે કે, કેગે રાફેલ ઉપર ૧૨ ચેપ્ટરને લઇને આવરી લઇને વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો છે.
થોડાક સપ્તાહ પહેલા જ સંરક્ષણ મંત્રાલય દ્વારા રાફેલ ઉપર વિસ્તૃત જવાબ અને સંબંધિત રિપોર્ટ કેગને સોંપવામાં આવ્યો હતો જેમાં ખરીદી પ્રક્રિયાની વિગત અને ૩૬ વિમાનોની કિંમતોની પણ માહિતી આપવામાં આવી છે. કેગનો આ રિપોર્ટ ખુ