રાફેલને લઇને જારી વિવાદ વચ્ચે આદેશ કરાયો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી :રાફેલ ડીલને જારી વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી ખરીદી પ્રક્રિયાની વિગત આપવા માટે આદેશ કર્યો છે. આ ડીટેલ બાદ રાફેલ જેટની ખરીદીને લઇને ફ્રાન્સની કંપની દેશો એવિએશન સાથે સમજુતી કરવામાં આવી હતી. રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટમાં હવે ૨૯મી ઓક્ટોબરના દિવસે મામલામાં વધુ સુનાવણી કરવામાં આવનાર છે. વિપક્ષ દ્વારા રાફેલ જેટન કિંમતોને લઇને સરકાર પર ગંભીર પ્રકારના આરોપો કરવામાં આવી રહ્યા છે. રાફેલ સાથે સંબંધિત અરજી પર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે નોટીસ જારી કર્યા વગર કેન્દ્ર સરકારને આ રિપોર્ટ આપવા માટે સુચના આપી છે.

ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ, જસ્ટીસ એસકે કૌલ અને જસ્ટીસ  કેએમ જાસેફની બેંચે સ્પષ્ટતા કરતા કહ્યુ હતુ કે તે ડિફેન્સ ડીલના સંબંધમાં રાફેલ વિમાનોને લઇને કોઇ અભિપ્રાય આપી રહ્યા નથી. અમે સરકારને કોઇ નોટીસ જારી કરી રહ્યા નથી. અમે માત્ર નિર્ણય લેવાની પ્રક્રિયાની કાયદેસરતાથી સંતુષ્ટ થવા માટે ઇચ્છુક છીએ. બેંચે કહ્યુ તે રાફેલ ડીલની ટેકનિક ડીટેલ્સ અને કિંમતના સંબંધમાં માહિત મેળવ લેવા માટે ઇચ્છુક નથી. સુપ્રીમ કોર્ટનો આ આદેશ એવા સમય પર આવ્યો છે જ્યારે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામણ ત્રણ દિવસના પ્રવાસે રાત્રે ફ્રાન્સ રવાના થયા છે. તેમની આ યાત્રા ફ્રાન્સીસી કંપની  દેશો એવિએશનથી ૩૬ રાફેલ વિમાનોની ખરીદીને લઇને થયેલા વિવાદ વચ્ચે આવી છે. સુત્રોએ કહ્યુ છે કે સીતારામણ જુદા જુદા પાસા પર વિચારણા કરી રહી છે.

૫૮૦૦૦ કરોડ રૂપિયાના સોદા હેઠળ ભારતીય હવાઇ દળ ફ્રાન્સ પાસેથી ૩૬ રાફેલ જેટ ખરીદનાર છે. ૨૩મી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે અંતિમ સોદાબાજી થઇ હતી.

 

Share This Article