લંડન : સ્પેનના શક્તિશાળી ખેલાડી રાફેલ નડાલનો વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં દેખાવ અપેક્ષા કરતા નબળો રહ્યો છે. આંકડા દર્શાવે છે કે વિમ્બલ્ડનમાં તે આઠ વખત જુદા જુદા રાઉન્ડમાં હારી ચુક્યો છે જે પૈકી મોટાભાગે તેનાથી ઓછી રેંકિંગના ખેલાડીઓ સામે તે હારી ગયો છે. ૨૦૧૧ બાદથી બે વખત ચોથા રાઉન્ડમાં પ્રવેશી ચુક્યો છે. વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં તે પાંચ વખત તે ફાઇનલમાં પણ પહોંચ્યો છે જે સાબિત કરે છે કે તે કેટલો શક્તિશાળી ખેલાડી છે. વિમ્બલ્ડનમાં તે તાજ જીતવામાં પણ તે સફળ થઇ ચુક્યો છે પરંતુ મોટાભાગે તેને હારનો સામનો કરવો પડ્યો છે.
વર્ષ ૨૦૧૫માં તે બીજા રાઉન્ડમાં જર્મનીના ડસ્ટીન બ્રાઉન સામે હારી ગયો હતો જ્યારે ૨૦૧૪માં પણ ચોથા રાઉન્ડમાં, ૨૦૧૩માં પ્રથમ રાઉન્ડમાં, ૨૦૧૨માં બીજા રાઉન્ડમાં હારી ગયો હતો. આવી જ રીતે ૨૦૦૫માં તે બીજા રાઉન્ડમાં હારી ગયો હતો. એકંદરે વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં જોરદારરીતે પોતાની તાકાત મુજબ રમી શક્યો નથી. ૧૨ વખત ફ્રેન્ચ ઓપન જીતી ચુકેલા નડાલની વિમ્બલ્ડનમાં પાંચ વખત ફાઈનલમાં હાર થઇ છે. ગ્રાસકોટ પણ અહીં તે બે વખત ચેમ્પિયન બન્યો છે. હજુ પણ તે અહીં વધુ ટ્રોફી જીતવા માટે પૂર્ણ આશાવાદી બનેલો છે.