રાધિકા મદાનનો જન્મ ૧ મે ૧૯૯૫ના રોજ દિલ્હીના એક શ્રીમંત પરિવારમાં થયો હતો.
તેમના પિતા સુજીત મદાન દિલ્હીના જાણીતા ઉદ્યોગપતિ છે અને તેમની માતા નીરુ મદાન એક વ્યાવસાયિક ચિત્રકાર છે. તેનો એક મોટો ભાઈ પણ છે. રાધિકા મદાને ‘પટાખા’, ‘અંગ્રેઝી મીડિયમ’ અને અન્ય બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે કલર્સ ટીવી શો ‘મેરી આશિકી તુમ સે હી’ થી તેની ફિલ્મી સફર શરૂ કરી હતી.
રાધિકા મદાન એક ફેશનિસ્ટા છે. અભિનય સિવાય રાધિકા મદાન સોશિયલ મીડિયા પર સમય પસાર કરવાનું પસંદ કરે છે. તે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની સુંદર તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીની ફેશન પસંદગી લોકોને પ્રભાવિત કરે છે. રાધિકા મદાન ‘મેરી આશિકી તુમ સે હી’માં ઈશાનીનો રોલ કરીને ઘરે-ઘરે ફેમસ થઈ ગઈ હતી. તે વેબ સિરીઝ ‘રે’માં પણ જાેવા મળી ચુકી છે.
રાધિકા મદાનનો શો ‘મેરી આશિકી તુમ સે હી’ લગભગ દોઢ વર્ષ સુધી પ્રસારિત થયો હતો. તેણે ૨૦૧૫માં ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ (સીઝન ૮)માં ભાગ લીધો હતો. રાધિકાએ ‘અંગ્રેઝી મીડિયમ’માં જે સરળતા સાથે તેની ભૂમિકા ભજવી હતી તેનાથી લોકો પ્રભાવિત થયા હતા અને પ્રેક્ષકો અને વિવેચકોએ તેની પ્રશંસા કરી હતી.
ટીવી શોમાં કામ કર્યા બાદ રાધિકાએ સાન્યા મલ્હોત્રા સાથે વિશાલ ભારદ્વાજની કોમેડી ડ્રામા ‘પટાખા’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જાે કે, તેણે ‘અંગ્રેઝી મીડિયમ’ (૨૦૨૦) માં સ્વર્ગસ્થ ઇરફાન ખાનની પુત્રીની ભૂમિકા ભજવીને દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું.