હવે નવાજુદ્દીન અને રાધિકાની જોડી એક સાથે રહેશે : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નિર્દેશકમાંથી ફિલ્મ નિર્માતા બનેલા હની ત્રેહાને પોતાની આગામી ફિલ્મ માટે રાધિકા આપ્ટે અને નવાજુદ્દીન સિદ્દીકીને લેવાનો નિર્ણય કર્યો છે. આ બંનેની જોડી પહેલા પણ બે ફિલ્મમાં સાથે કામ કરી ચુકી છે. હવે ત્રીજી વખત સાથે કામ કરનાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે આ બંને અગાઉ શ્રીરામ રાધવનની ફિલ્મ બદલાપુરમાં સાથે દેખાયા હતા. આ ફિલ્મ વર્ષ ૨૦૧૫માં રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ કેતન મહેતાની બાયોગ્રાફિકલ ફિલ્મ માન્ઝીમાં પણ બન્ને સાથે નજરે પડ્યા હતા. આ  ફિલ્મ પણ લોકોને પસંદ પડી હતી. હની ફિલ્મ માટે યોગ્ય અભિનેત્રીની શોધ કરી રહ્યા હતા. કેટલીક સ્ટાર સાથે વાત કરવામાં આવી હતી. હનીના કહેવા મુજબ તેમની ફિલ્મ માટે રાધિકા આપ્ટે બિલકુલ ફિટ બેસે છે. આ ફિલ્મનુ નામ હાલમાં રાત અકેલી રાખવામાં આવ્યુ છે. હની ત્રેહાન અગાફ મકબુલ, ઓમકારા અને સાત ખુન માફ જેવી ફિલ્મોમાં વિશાળ ભારદ્ધાજની મદદમાં રહી ચુક્યા છે.

હવે પોતે ફિલ્મ બનાવી રહ્યા છે. તેમના કહેવા મુજબ રાધિકાને ફિલ્મનુ પટકથા ખુબ જ પસંદ પડી છે. તે તરત જ ફિલ્મને લીલીઝંડી આપી ચુકી છે. ટુંક સમયમાં જ હવે ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવનાર છે. હની અગાઉ પોતાની પ્રથમ ફિલ્મ  દિપિકા  અને ઇરફાન ખાન સાથે બનાવવા માટે ઇચ્છુક હતા. જા કે આ પ્રોજેક્ટ અટવાઇ પડ્યો હતો. રાધિકા આપ્ટેની ગણતરી બોલિવુડમાં સેક્સ બોમ્બ તરીકે  કરવામાં આવે છે. તે સેક્સી છાપ ધરાવે છે. જા કે તે એક્ટિંગના મામલે તેની કુશળતા સાબિત કરી ચુકી છે. હાલમાં તે કેટલીક મોટી ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં સેફ અલી ખાન સાથેન બાજાર ફિલ્મ પણ સામેલ છે. જેમાં ચિત્રાંગદા પણ તેની સાથે કામ કરી રહી છે.  ફિલ્મ રજૂઆતની તૈયારીમાં પહોંચી ચુકી છે.

Share This Article