નંબર ગેમમાં કોઇ વિશ્વાસ નથી: રાધિકાનો ઘટસ્ફોટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: રાધિકા આપ્ટે પાંચમી ઓક્ટોબરના દિવસે રજૂ કરવામાં આવનાર પોતાની હોરર ફિલ્મ અંધાધુંધને લઇને વ્યસ્ત છે. તે હોરર ફિલ્મમાં એક ચાવીરૂપ ભૂમિકા અદા કરી રહી છે. રાધિકા પાસે અન્ય કેટલીક સાઉથની ફિલ્મો અને અંગ્રેજી ફિલ્મ પણ છે. હિન્દીમાં તે કેટલીક સારી ફિલ્મો પણ ધરાવે છે. રાધિકાનુ  નામ આવતાની સાથે જ બોલિવુડની સેક્સી સ્ટારની ઇમેજ તાજી થઇ જાય છે. રાધિકા આપ્ટેએ ટુંકા ગાળામાં જ પોતાની જુદી જુદી એક્ટિંગ કુશળતાના કારણે તમામ લોકોના મન જીતી લીધા છે. હવે રાધિકાનુ સપનુ માત્ર બોલિવુડ અને હોલિવુડ  સુધી જ મર્યાદિત નથી.

તે વર્લ્ડ સિનેમાનો હિસ્સો બનવાની ઇચ્છા ધરાવે છે. હોલિવુડ અને બ્રિટીશ સિનેમા સુધી જ તે મર્યાદિત રહેવા માટે ઇચ્છુક નથી. તેનુ કહેવુ છે કે તે હોલિવુડની ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે તેને ચોક્કસપણે રોલ મળશે જ. રાધિકા વર્ષ ૨૦૦૫માં નાનકડા રોલ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પ્રવેશી હતી. પ્રથમ ફિલ્મ વાહ મારફતે તે બોલિવુડમાં પ્રવેશી હતી.

તે જે ફિલ્મમાં કામ કરી ચુકી છે તેમાં લાઇફ હો તો એસી, અને શોર ફિલ્મનો સમાવેશ થાય છે. સિટી અને કાબલી ફિલ્મમાં પણ તે ચમકી હતી. હાલમાં શોર્ટ ફિલ્મ આહલ્યા મારફતે તે નજરે પડી હતી. રાધિકાનુ કહેવુ છે કે દેશમાં મહિલાÂસ્થતી વધારે સારી બની રહી છે. બોલિવુડમાં ફિલ્મની ચાહકો ઉત્સુકતાપૂર્વક રાહ જાઇ રહ્યા છે.  રાધિકાની છાપ બોલિવુડમાં એક સેક્સી સ્ટાર તરીકેની બની છે. તે હોરર ફિલ્મમાં કામ કરી ચુકી છે. તે નંબર ગેમમાં માનતી નથી.

Share This Article