નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અખિલેશ યાદવે જાતિવાદી વસ્તી ગણતરી કરવાની આજે માંગ કરી હતી. જાતિવાદી આંકડાને લઈને હંમેશા રાજકીય પક્ષો ખચકાટ અનુભવ કરતા રહ્યા છે. જંતરમંતર પર પાર્ટીની સામાજિક ન્યાય રેલી દરમિયાન અખિલેશ યાદવે કહ્યું હતું કે વસ્તી મુજબ પછાતોને હિસ્સો મળે તે ખૂબ જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે જાતિના આધાર ઉપર વસ્તી ગણતરી થવી જાઈએ અને તેના હિસાબથી જ તેમને હિસ્સો મળવો જાઈએ. આ ગાળા દરમિયાન પાર્ટીથી નારાજ થયેલા અને હાલમાં ઉપÂસ્થત નહીં થયેલા મુલાયમસિંહ યાદવ પણ મંચ ઉપર ઉપસ્થિત થયા હતા.
અખિલેશ યાદવે કહ્યું હતું કે હવે વસ્તી ગણતરી થઈ જવી જાઈએ. તેમણે ઉમેર્યું હતું કે દેશમાં કઈ જાતિની કેટલી વસ્તી છે તે બાબતની વિગત પણ લોકો પાસે હોવી જાઈએ. અડધા આંકડાના આધાર ઉપર ન્યાય મળી શકે તેમ નથી. મુલાયમસિંહ યાદવે રેલીને સંબોધતા કહ્યું હતું કે અખિલેશ અને તેમના સાથીઓને મનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. મુલાયમે એમ પણ કહ્યું હતું કે સમાજવાદીઓને એક સાથે આવવાની જરૂર છે.
આજે કાર્યક્રમ દરમિયાન મુલાયમસિંહે કહ્યું હતું કે અખિલેશ અને તેમના સાથીઓના પ્રયાસના લીધે જ સ્થિતિ સુધરી રહી છે. વરસાદના દિવસોમાં પણ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. મુલાયમસિંહે કહ્યું હતું કે તેમની ઈચ્છા હતી કે સમાજવાદી પાર્ટી ક્યારેય પણ નિષ્ક્રિય ન બને. યુવાનોની સંખ્યા સતત વધી રહી છે. મંચ ઉપર પાર્ટીના વર્કરોને સલાહ આપતા મુલાયમસિંહે કહ્યું હતું કે યુવતિઓ પ્રમાણમાં ઓછી આવી રહી છે પરંતુ મહિલાઓની હાજરી અહીં તમામ દાવાને ખોટા પાડી રહી છે.