સિનેમાની દુનિયા ખૂબ જ રંગીન છે. જ્યાં ટકી રહેવા માટે કલાકારોએ અલગ અલગ પ્રકારની ભૂમિકાઓ પડે છે. કેટલાક એવા સીન પણ કરવા પડે છે, જે મન મારીને પણ કરવા પડે છે. ફિલ્મની દુનિયામાં કેટલીય એક્ટ્રેસ છે, જેમણે બોલ્ડ રોલ ખુલીને કર્યા છે. જ્યારે અમુક હિરોઈનોએ પોતાની સાદગીથી લોકોના દિલ જીતી લે છે. ખાસ કરીને એક્ટ્રેસ માટે તો આ વધારે મુશ્કેલ હોય છે. પણ અમુક એક્ટ્રેસિસ, જેમ કે સાઈ પલ્લવી, ખાલી એ જ પાત્રો નિભાવે છે જે તેને પસંદ આવે છે.કન્નડ સિનેમાની ટોપ હીરોઈન રચિતા રામે પણ પોતાના કરિયરમાં કેટલાય શાનદાર ભૂમિકાઓ નિભાવી છે. ટ્રેડિશનલ કપડાં અને સીરિયલ રોલ્સ દ્વારા તેણે દર્શકોના દિલ જીત્યા છે. પણ વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ આઈ લવ યૂમાં તેનું બોલ્ડ ગીત ખૂબ જ વિવાદોમાં આવી ગયું હતું.આ ગીતને જોઈ ફેન્સ ચોંકી ગયા હતા કે રચિતા આટલા બોલ્ડ સીન કેમ અને કેવી રીતે આપ્યા. સોશિયલ મીડિયા પર તેને ખૂબ ટ્રોલ કરી હતી. તેના પર રચિતાએ ખુદ સ્પષ્ટતા પણ આપી હતી.આ વિવાદિત ગીત પર સ્પષ્ટતા આપતા રચિતાએ કહ્યું હતું કે, શૂટિંગ દરમ્યાન હું પાત્રમાં ડૂબી ગઈ હતી. મને ખ્યાલ નહોતો કે આટલો નેગેટિવ રિસ્પોન્સ મળશે. પણ જ્યારે મેં થિયેટરમાં જોયું તો મને થોડી શરમ આવી હતી. રચિતાએ જણાવ્યું કે, ગીતને શૂટ કરતી વખતે તેને ખુદ સેટ પરથી બધાને મોકલી દીધા હતા. ખાલી ડાયરેક્ટર અને કેમેરા ટીમ જ ત્યાં હાજર હતી. તેણે કહ્યું કે, મને બાદમાં ખબર પડી કે કોરિયોગ્રાફર ચિન્ની પ્રકાશ આવા રોમેન્ટિક ગીત માટે ફેમસ છે.સૌથી મોટી વાત એ છે કે જ્યારે તેની માતાએ તેને કહ્યું કે, અમે તને આવી એક્ટ્રેસ તરીકે સ્વીકાર કરી શકીએ છીએ, પણ દીકરી તરીકે નહીં. આ સાંભળી રચિતા ભાંગી પડી. તેણે તરત માતા-પિતા પાસે માફી માગી અને વચન આપ્યું કે, આગળથી આવા કોઈ સીન કરશે નહીં.પોતાના પિતાને યાદ કરતા રચિતા રડી પડી હતી. તેણે કહ્યું કે, આજે પણ મારા પપ્પા મને બાળકી માને છે. હું તેમની પાસે હંમેશા માફી માગુ છું. તેમણે પરિવાર માટે ઘણું સહન કર્યું છે. મારે હવે તેમને વધારે દુ:ખી નથી કરવા. મારા માટે પરિવાર જ સૌથી જરૂરી છે.