રાશૂલ ટંડન ‘સામ દામ દંડ ભેદ’ માં કેશવ ત્રિપાઠી તરીકે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

 ‘સામ દામ દંડ ભેદ’માં એક મહત્ત્વની ઘડી આવી પહોંચી છે જ્યાં, વિજય ઉપર હજી પણ તેના ભઈ પ્રભાતની હત્યાનો આરોપ છે. આ બધા મોડ અને મરોડ વચ્ચે એક નવું પાત્ર ‘કેશવ ત્રિપાઠી’ આવી રહ્યું છે જેને રાશૂલ ટંડને ભજવ્યું છે.

રાશૂલ ટંડન, જે ‘પીંક’ અને ‘હીરોપંતિ’ જેવી ફિલ્મોમાં પોતાની ભૂમિકા બદલ જાણીતો છે, તે શોમાં એક સંઘર્ષ કરી રહેલા વકીલ તરીકે જોવા મળશે. તે જાણીતી સિરિયલો જેવી કે, ‘પવિત્ર રિશ્તા’ અને ‘બાલવીર’માં પોતાની અગત્યની ભૂમિકાઓ માટે પણ જાણીતો છે. તે એક એવા વકીલની ભૂમિકામાં છે જે એક સારા કેસની મદદથી પોતાની કરકિર્દીમાં આગળ વધવાની રાહ જોઈ રહ્યો છે. તે ખૂબ રમૂજી અને ખેપાની છે. તે બુલબુલને વિજયની પોતાના જ ભાઈ પ્રભાતની હત્યામાં નિર્દોષતા સાબિત કરવામાં મદદ કરશે.

પોતાના પાત્ર વિશે વાત કરતાં રાશૂલ કહે છે, “મેં આ શો પસંદ કર્યો તેની પાછળનું મુખ્ય કારણ છે કે મારી મા ટીવીની દીવાની છે અને આ શોની ખૂબ જ જબરદ્સ્ત ચાહક પણ છે. પાત્રની અંદર ડૂબી જવા માટે મેં મારા ભાઈની મદદ લીધી છે જે પોતે લખનઉ હાઈકોર્ટમાં એક વકીલ છે. મેં કોર્ટના વાતાવરણ વિશે સમજ મેળવી, આવી પ્રતિભાવાળો ઍડવોકેટ કેવી રીતે વિચારે છે, કામ કરે છે અને તે કામ કેવી રીતે હાથમાં  લે છે તે જાણ્યું. ને માટે તેણે મને ખૂબ મદદ કરી. હું ‘સામ દામ દંડ ભેદ’ની ટીમ સાથે કામ કરવાની તક બદલ અત્યંત ઉત્સાહિત છું કારણ કે આ નિર્માણગૃહ સાથે આ મારું પહેલું કામ છે. કલાકારો ખૂબ જ પ્રતિભાશાળી અને કાળજી રાખનાર છે, ખાસ કરીને ભાનુ ઉદય અને ઐશ્વર્યા ખરે, જેમણે મને પહેલા દિવસે જે આવકાર્ય અનુભૂતિ કરાવી હતી.”

Share This Article