આર. બાલ્કી ફરી એકવાર પિતા-પુત્રને એક જ ફિલ્મમાં ડિરેક્ટ કરશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આર. બાલ્કી પિતા-પુત્રની જાેડી સાથે અગાઉ પણ ફિલ્મ બનાવી ચૂક્યાં છે. ફિલ્મ ‘પા’ માં અમિતાભ અને અભિષેકે રીયલ લાઈફ કરતા ઓપોઝિટ કિરદાર નિભાવ્યું હતું અને આ ફિલ્મે બોક્સઓફિસ પર શાનદાર કલેક્શનની સાથે લોકોના દિલ પણ જીતી લીધા હતા. મળતી માહિતી મુજબ, આ ફિલ્મમાં મિલેનિયમ સ્ટાર કોમેન્ટ્રેટરનો રોલ નિભાવવાના છે અને ટૂંક સમયમાં જ તેઓ તેમના પાર્ટનું શૂટિંગ શરૂ કરશે.

અગાઉ, એવી વિગતો બહાર આવી હતી કે, અમિતાભ આ ફિલ્મમાં ગેસ્ટ અપિરિયન્સ કરશે પરંતુ હવે તેઓ ઓફિશિયલી ફિલ્મ સાથે જાેડાયા છે. ભારતીયોમાં સૌથી વધુ લોકપ્રિય ગેમ ક્રિકેટ પર આધારિત આ ફિલ્મમાં અભિષેક બચ્ચનની સાથે શબાના આઝમી, સૈયામી ખેર, અંગદ બેદી, શિવેન્દ્ર સિંહ પણ મહત્વના રોલમાં નજર આવશે. ફિલ્મની રિલિઝ વિશે હજુ કોઈ માહિતી સામે આવી નથી પરંતુ રિપોર્ટ્‌સ મુજબ ફિલ્મ આગામી વર્ષે ફેબ્રુઆરીમાં રિલિઝ થઈ શકે છે.

જ્યારે કંઈક અલગ પ્રકારની ફિલ્મની વાત આવે છે ત્યારે હંમેશા આર. બાલ્કીને યાદ કરવામાં આવે છે. વ્યૂઅર્સને ફિલ્મ સાથે ઈમોશનલી કનેક્ટ કેવી રીતે કરવા તે તેઓ બખૂબી જાણે છે. આર. બાલ્કી અત્યારે તેમના આગામી પ્રોજેક્ટ ‘ઘૂમર’ પર કામ કરી રહ્યા છે. જેમાં અભિષેક બચ્ચન લીડ રોલ નિભાવી રહ્યો છે અને ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ, ફિલ્મમાં હવે સિનિયર બચ્ચનની પણ એન્ટ્રી થઈ છે.

Share This Article