દેશમાં રેપ અને અન્ય પ્રકારના જુદા જુદા અપરાધોમાં સતત વધારો થઇ રહ્યો છે. આવી સ્થિતીમાં પોલીસની ભૂમિકાને લઇને પણ પ્રશ્નો થઇ રહ્યા છે. અપરાધને રોકવા માટે પોલીસ ઉદાસીન વલણ અપનાવી રહી છે તેવી ફરિયાદ ઉઠી રહી છે. જો કે પોલીસ પોતાની રીતે કેસોમાં તપાસ ચલાવી રહી છે. અનેક જોખમ લઇને કામગીરી અદા કરી રહી હોવાં છતાં તેની સામે પ્રશ્નો થઇ રહ્યા છે. નાગરિક કાનુન પાસ કરવામાં આવ્યા બાદ અને હાલના અપરાધના બનાવો બાદ તેની ભૂમિકા વધી ગઇ છે. સામાન્ય રીતે પોલીસનુ નામ આવતાની સાથે જ વ્યક્તિ સાવધાન થઇ જાય છે. સાથે સાથે પોલીસને મળવાનુ કે તેમની સાથે વાતચીત કરવાનુ ટાળે છે. પોલીસની છાપ સામાન્ય લોકોમાં ખુબ ખરાબ થયેલી છે.
જો કે સામાન્ય લોકોને આ અંગે માહિતી નથી કે પોલીસ સામાન્ય લોકોની સુરક્ષા માટે ૨૪ કલાક સક્રિય રહે છે. જો કે પોલીસ પણ તેમની છાપને સુધારી દેવા અને લોકલક્ષી છાપ ઉભી કરવાના પ્રયાસ કરે તે જરૂરી છે. પોલીસની વર્દી પહેરનારને આ બાબતને લઇને ગર્વ થવુ જોઇએ કે તે કાયદાના રક્ષક તરીકે છે અને તેની હાજરી સામાન્ય વ્યક્તિને સુરક્ષાની યાદ અપાવે છે. પરંતુ આજે સ્થિતી બિલકુલ બદલાયેલી દેખાઇ રહી છે. આજની સ્થિતી દર્શાવે છે કે પોલીસવાળાને પોતાની વર્દી પર અથવા તો યુનિફોર્મ પર ગર્વ નહી રૌબ હોય છે. તે લોકોને હેરાન પરેશાન કરે છે. સાથે સાથે પોતાના ખિસ્સા ભરે છે. શાસન તંત્રમાં ભ્રષ્ટ લોકોની સામે ઉદાસીનતા કેટલી હદ સુધી છે તે બાબત વારંવાર સાબિત થતી રહી છે.
સાથે સાથે ભ્રષ્ટાચારી લોકોના અવાજ કેટલા બુલંદ રહેલા છે તે બાબત પણ સાબિત થતી રહી છે. લાંચ ખોટા કામ કરવા માટે જ માંગવામાં આવતી નથી. બલ્કે સારા કામ માટે પણ વ્યક્તિને લાલચ આપવામાં આવે છે. તેને સારા કામ કઢાવી લેવા માટે પણ લાંચ આપવી પડે છે. પરંતુ તેને સામાજિક દુરાચાર તરીકે ગણી શકાય નહી. કારણ કે નૈતિક અને આસ્થાના મુલ્યો સમાજમાં ગગડી રહ્યા છે. પોલીસવાળા પણ ભારતીય સમાજના હિસ્સા તરીકે છે. અમે રોજ નિહાળીએ છીએ કે પોલીસ પર દબાણ લાવવા માટે લોકો નેતાઓ પાસે જાય છે. નેતા પણ વોટ બેંક માટે પોલીસ પર દબાણ લાવે છે. વોટબેંકની આ રાજનીતિના કારણે તમામ સંસ્થાઓ ભ્રષ્ટાચારી બની ગઇ છે.
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં લાંચ માંગનાર સરકારી કર્મચારીઓમાં ૩૦ ટકા ભાગીદારી પોલીસ તંત્રની રહેલી છે. પ્રાથમિક કેસ દાખલ કરવા, આરોપીની સામે મામલો દાખલ કરવામં ઉદાસીનતા રાખવા અને અન્ય રીતે પોલીસ પર લાંચના આરોપ મુકવામાં આવે છે. એવુ નથી કે આને રોકવા માટે પ્રયાસ થઇ રહ્યા નથી. વર્ષ ૧૯૮૦માં પહેલા રાષ્ટ્રીય પોલીસ આયોગની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ અનેક કમિટીઓની રચના કરવામા આવી હતી.