અમેરિકામાં હાલના સમયમાં વારંવાર શોપિગ મોલ, ભરચક બજારો, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્યત્ર ભીષણ ગોળીબારની ઘટનાઓ સપાટી પર આવી છે. આવી ગન કલ્ચરની ઘટનાઓ સપાટી પર આવ્યા બાદ અમેરિકામાં સામાન્ય લોકો હવે સુરક્ષાને લઇને પ્રશ્નો કરી રહ્યા છે. વારંવાર નિર્દોષ લોકો કોઇને કોઇ માનસિક બિમાર અથવા તો કોઇને કોઇ કારણસર નારાજ રહેલી વ્યક્તિ દ્વારા ગોળીબારનો શિકાર થઇ રહ્યા છે. ગોળીબારની ઘટનાઓ બાદ અમેરિકામાં સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો થઇ રહ્યા છે. ગોળીબારની આ ઘટનાઓ માટે ડેમોક્રેટ્સ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શ્વેત પ્રભુત્વવાળી નીતિને પણ કેટલાક અંશે જવાબદાર ગણવામાં આવે છે. યુનિવર્સિટી ઓફ વોશિગ્ટનના વિભાગ દ્વારા જે આંકડા જારી કરવામાં આવ્યા છે તે ચોંકાવનારા રહ્યા છે. તેના ૨૦૧૭ના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે દુનિયામાં ગન હિંસાથી થનાર દરેક ૨૮માં મોત અમેરિકામાં થાય છે.
અમેરિકામાં કાનુન ખુબ મજબુત રીતે અમલી છે. પરંતુ કેટલાક પ્રયાસો યોગ્ય રીતે કરવામાં આવી રહ્યા નથી. આને સ્થાનિક ત્રાસવાદ તરીકે પણ કેટલાક નિષ્ણાંતો જોઇ રહ્યા છે. વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલના કહેવા મુજબ વર્ષ ૨૦૧૮માં આશરે ચાર કરોડ વિદેશી દ્વારા અમેરિકાની મુલાકાત લેવામાં આવી હતી. કાઉન્સિલનુ કહેવુ છે કે અમેરિકામાં આ પ્રકારના ગોળીબારના મામલાના કારણે પ્રવાસને મોટો ફટકો પડી શકે છે. કાઉન્સિલના નાયબ અધ્યક્ષ રશેલ ટર્નરે કહ્યુ છે કે વર્ષ ૨૦૧૬માં નાઇટક્લબમાં શુટિંગ બાદ આરલાન્ડોના પ્રવાસને ટ્રેક પર લાવવામાં ત્રણ મહિનાથી વધારેનો સમય લાગી ગયો હતો. જેથી આવા વારંવારના ગોળીબારના બનાવના કારણે પ્રવાસને માઠી અસર થઇ રહી છે. આવી જ સ્થિતી વર્ષ ૨૦૧૭માં લાસવેગાસમાં ગોળીબારની ઘટના બાદ સર્જાઇ ગઇ હતી. હાલના દિવસોમાં જ અમેરિકાના બે શહેરોમાં ગોળીબારની ઘટના બન્યા બાદ ફરીથી વિશ્વ સમુદાય દ્વારા અહીં પોતાના નાગરિકોને સુરક્ષિત રાખવા માટેના કેટલાક આદેશ જારી કરી દીધા હતા. સુરક્ષાને લઇને પ્રશ્નો કરવામાં આવ્યા હતા. હવે તો માનવ અધિકાર દ્વારા પણ બીજા દેશોના નાગરિકોને સાવધાન રહેવા માટે અને સુરક્ષાને લઇને વાત કરી છે. પંચે અમેરિકાની સરકાર પર આંતરરાષ્ટ્રીય કાનુન મુજબ લોકોની સુરક્ષા કરવામાં નિષ્ફળતાનો આરોપ પણ કર્યો છે.
આ પહેલા ઉરુગ્વે અને વેનેઝ્એલા દ્વારા પણ અલપાસો, ટેક્સાસ અને ઓહિયોમાં ગોળીબારની ઘટના બન્યા બાદ વંશીય હિંસાને લઇને અમેરિકા પર આરોપો મુક્યા હતા. સાથે સાથે પોતાના નાગરિકોને ત્યા ન જવા માટેની સલાહ પણ આપી હતી. આ દરમિયાન ડેટ્રોયટમાં જાપાની દુતાવાસ દ્વારા પણ અમેરિકાની જોરદાર ટિકા કરવામાં આવી હતી. દુતાવસે અમેરિકાને ગન કલ્ચર તરીકે ગણાવીને તેની ટિકા કરી હતી. પોતાના નાગરિકોને સાવધાન રહેવા માટે પણ જાપાન સરકાર દ્વારા કહેવામાં આવ્યુ હતુ. માનવામાં આવે છે કે કેટલાક દેશોની એડવાઇઝરી રાજકીય પ્રેરિત હોઇ શકે છે પરંતુ કેટલાક નજીકના મિત્રો પણ આવી વાત કરી રહ્યા છે. વેનેઝ્યુએલાના પ્રમુખ નિકોલસ માદુરોને સત્તા પરથી દુર કરવામાં આવ્યા બાદ નેશનલ એસેમ્બલીનુ સમર્થન કરવામાં આવ્યુ હતુ. ગયા સપ્તાહમાં જોખમ રેટિંગ વધારી દેવામાં આવ્યા બાદ તેની નોંધ લેવામાં આવી હતી. જોખમ રેટિંગને વધારી દેવામાં આવ્યા બાદ ઉરુગ્વે પણ નારાજ છે. આ બંને દેશોની ટિપ્પણીને લઇને કેટલાક નિષ્ણાંતો અમેરિકાની સ્થિતીના અંદાજને ધ્યાનમાં લેતા નથી. કારણ કે તેમની ટિપ્પણી રાજકીય રીતે પ્રેરિત હોઇ શકે છે.
પરંતુ આ પણ વાસ્તવિકતા છે કે આ પ્રકારની હિંસાત્મક ઘટનાઓ બાદ ચેતવણી આપનાર આ બે દેશો જ નથી. અન્ય દેશો પણ આમાં સામેલ છે. આયરલેન્ડ, ન્યુઝીલેન્ડ, કેનેડા અને જર્મની જેવા દેશો પણ આ દિશામાં પોતાના નાગરિકોને સુચના આપી ચુક્યા છે. અમેરિકામાં ભીડભાડવાળા વિસ્તારમાં ન જવાની ચેતવણી આ તમામ દેશો આપી ચુક્યા છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ચેતવણી આપતા કહ્યુ છે કે અમેરિકામાં બન્દુકધારી વંશીય હિંસા થઇ રહી છે. જાતિ અને દેશના હિસાબની દ્રષ્ટિએ જુથોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. જેથી બહારી દેશોના નાગરિકો આ બાબત પર ધ્યાન આપે તે જરૂરી છે. અમેરિકામાં ગન કલ્ચરને લઇને ધારાધોરણ પર ધ્યાન આપવાની જરૂર છે. સાથે સાથે શ્વેત પ્રભુત્વને લઇને અપનાવવામાં આવેલી ઇમિગ્રેશન વિરોધી નિતીમાં સુધારો કરવાની પણ તાકીદની જરૂર રહેલી છે.