ક્વાલિફાયર-૨ : ચેન્નાઇ સુપર અને દિલ્હી વચ્ચે રોમાંચક જંગ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં આવતીકાલે ૧૦મી મેના દિવસે દિલ્હી કેપિટલ અને ચેન્નાઇ સુપર કિગ્સ વચ્ચે ક્વાલિફાયર-૨ મેચ રમાનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. બંને ટીમો જોરદાર દેખાવ કરીને ફાઇનલમાં પહોંચવા માટે પ્રયાસ કરનાર છે. ફાઇનલ મેચ ૧૨મી મેના દિવસે રમાશે. જેમાં મુંબઇ ઇન્ડિયન્સની સામે કોણ આવશે તે અંગે ફેંસલો આવતીકાલે થશે. દિલ્હી અને ચેન્નાઇ વચ્ચે રમાનારી મેચને લઇને ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે.

દિલ્હીની ટીમ હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. છેલ્લી મેચની વાત કરવામાં આવે તો સનરાઇઝ દ્વારા જોરદાર દેખાવ કરવામાં આવ્યો હોવા છતાં દિલ્હીની ટીમે સ્કોરને પાર કરી લેવામાં સફળતા મેળવી હતી. હાઇ સ્કોરિંગ મેચમાં હૈદરાબાદે આઠ વિકેટે ૧૬૨ રન કર્યા હતા. ત્યારબાદ દિલ્હીએ ૧૯.૫ ઓવરમાં આઠ વિકેટે ૧૬૫ રન બનાવીને મેચ જીતી લીધી હતી. દિલ્હી તરફથી પૃથ્વી શોએ ૫૬ રન કર્યા હતા. પંતે ૪૯ રન કર્યા હતા. હૈદરાબાદ માટે રશિદ કાન, ભુવનેશ્વર કુમાર અને ખલીલે બે બે વિકેટ ઝડપી હતી. દિલ્હીની ટીમ જારદાર ફોર્મમાં દેખાઇ રહી છે. આવતીકાલે રમાનારી બીજી ક્વાલિફાયરને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે.

બીજી બાજુ ચેન્નાઇ તરફથી તમામની નજર કેપ્ટન ધોની પર કેન્દ્રિત રહેશે. કારણ કે તે હાલમાં જોરદાર ફોર્મમાં છે. સાથે સાથે તેની કેપ્ટનશીપ પણ અસર કરનાર છે. મેચનુ પ્રસારણ આવતકાલે સાંજે ૭-૩૦ વાગ્યાથી કરવામાં આવનાર છે. દિલ્હી અને ચેન્નાઇ વચ્ચેની મેચમાં જીતનાર ટીમ મુંબઇની સામે ટકરાશે. મુંબઇની ટીમ પ્રથમ ક્વાલિફાયરમાં ચેન્નાઇને હાર આપીને ફાઇનલમાં પહોંચી ચુકી છે. પ્રથમ ક્વાલિફાયરમાં ચેન્નાઇનો દેખાવ ખુબ નિરાશાજનક રહ્યો હતો. હવે આવતીકાલે પૂર્ણ તાકાત સાથે ઉતરશે.

Share This Article