મોદીએ ઐતિહાસિક સિદ્ધી બદલ સિંધુની ભારે પ્રશંસા કરી

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી પીવી સિંધુએ હાલમાં નવો ઇતિહાસ રચ્યો હતો. બીડબલ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મહિલા સિંગલ્સની ફાઈનલમાં પીવી સિંધુએ જાપાની ખેલાડી નોઝોમી ઓકુહારા પર એક તરફી જીત મેળવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરવામાં સફળતા મેળવી હતી.ભારત પરત ફર્યા બાદ પીવી સિન્ધુએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. મોદીએ ઐતિહાસિક સિદ્ધી બદલ સિંધુની ભારે પ્રશંસા કરી હતી. ભવિષ્યમાં શાનદાર દેખાવ માટે શુભેચ્છા પણ પાઠવી હતી.

Share This Article