વર્ષ ૨૦૧૬માં ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી લીધા બાદ સુપર પીવી સિન્ધુ ભારતમાં તમામ લોકોમાં લોકપ્રિય થઇ ગઇ હતી. ત્યારબાદથી તેની લોકપ્રિયતા અને સિદ્ધીઓ પણ સતત જારી રહી છે. એકપછી એક સિદ્ધીઓ તેના દ્વારા હાંસલ કરવામાં આવી છે. માર્ચ ૨૦૧૭માં એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે પીવી સિન્ધુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અથવા તો બ્રાન્ડની જાહેરાત માટે તે ભારતના ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી બાદ દેશમાં બીજા સ્થાને છે. કોહલી બાદ તે જાહેરાત મારફતે સૌથી વધારે કમાણી કરનાર બીજા નંબર પર છે. સિન્ધુ જાહેરાત સાથે સંબંધિત કોઇ પણ એક્ટિવીટી માટે એક દિવસ માટે એક કરોડથી ૧.૨૫ કરોડ રૂપિયાનો ચાર્જ મેળવે છે.
સિન્ધુ હાલમાં અનેક જાહેરાતોમાં કામ કરી રહી છે. જેમાં જેબીએલ, બ્રીજસ્ટોન ટાયર, સ્પોર્ટસ ડ્રિન્ક ગેટોરેડ, પિડાનાશક મુવ, ઓનલાઇન ફેસન સ્ટોર મેત્ર, ઇ-કોમર્સ પોર્ટલ ફ્લીપકાર્ટ, ફોન બનાવતી કંપની નોકિયા અને ઇલેક્ટ્રોનિક્સ મહાકાય કંપની પેનાસોનિકમાં કામ કરી રહી છે. હેલ્થ ડ્રીક બુસ્ટ, હની પ્રોડ્યુસર હિમાલય, હર્બલ હેલ્થ ડ્રીન્કસ અને બેન્ક ઓફ બરોડામાં તે જાહેરાતમાં કામ કરી રહી છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને વિઝાગ સ્ટીલમાં પણ તે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે છે.
ફેબ્રુઆરી ૨૦૧૯માં એવી જાહેરાત કરવામાં આવી હતી કે સિન્ધુએ ચાઇનીઝ સ્પોર્ટસ બ્રાન્ડ લી લિન્ગ સાથે સિન્ધુએ ચાર વર્ષની ડીલ ૫૦ કરોડ રૂપિયામાં કરવામાં આવી છે. વર્લ્ડ બેડમિન્ટનની દુનિયામાં સૌથી મોટી ડીલ તરીકે છે. સ્પોન્સર તરીકે તેને ૪૦ કરોડ મળનાર છે. જ્યારે બાકીની રકમ સાધનો માટે રહેશે. સિન્ધુ સાથે આ કંપનીની બીજી ડીલ છે. વર્ષમાં ૧.૨૫ કરોડ રૂપિયાની રકમ સાથે સિન્ધુએ અગાઉ આ જ કંપની સાથે વર્ષ ૨૦૧૪-૧૫માં બે વર્ષ માટે સમજુતી કરી હતી. વર્ષ ૨૦૧૬માં સિન્ધુએ યોનેક્સ સાથે ૩.૫ કરોડની સમજુતી કરી હતી.