રશિયાના શક્તિશાળી રાષ્ટ્રપતિ અને 65 વર્ષીય લીડર વાલ્દિમીર પુતિન દ્વારા તેની શાશન ની ચોથી ટર્મ વધુ છ વર્ષ માટે એક્સટેન્ડ કરવા માં આવી છે. આ નિર્ણય અંગે સહમતી પાછળ નું મોટું કારણ અમેરિકા અને અન્ય દેશો સાથે થઇ રહેલા ઘર્ષણને માનવા માં આવે છે.
તેઓ 1999 થી સતત સત્તા માં રહેલા છે. જોસેફ સ્ટાલિન પછી તેઓ રશિયા માં લાંબા માં લાંબી ટર્મ ભોગવનારા નેતા બની ગયા છે. એટલું જ નહિ તેઓ આ છ વર્ષ ની ટર્મ 77 ટકા વોટ થી જીતી ગયા હતા જે નોંધપાત્ર છે. તેઓ એ ટર્મ માં વિજેતા થતા જ રશિયા ના અર્થતંત્ર ને મજબૂત કરવા માટે કાર્યક્ષમ થવાનું વચન આપ્યું હતું અને આંતરરાષ્ટ્રીય સ્ટાર પાર રશિયા ની છબી વધુ મજબૂત બને તે માટે કાર્યશીલ થવાની વાત કહી હતી.
સોગંદવિધિ દરમિયાન વાલ્દિમીર પુતિને કહ્યું હતું કે ” મારી સત્તા ની જવાબદારી એજ મારા જીવન નો ધ્યેય છે અને હું રશિયા માટે બનતી દરેક વસ્તુ કરીશ તથા રશિયા ના વર્તમાનકાળ અને ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ રહીશ”