જ્યારે અલ્લુ અર્જુનની સમગ્ર ભારતમાં ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’ રીલિઝ થઈ હતી. ત્યારે નિર્માતાઓને તેની સફળતાનો કોઈ અંદાજ નહોતો. પરંતુ ડિસેમ્બર ૨૦૨૧માં લોકડાઉન પછી આ ફિલ્મે દર્શકોને દિવાના બનાવી દીધા છે. ફિલ્મની સફળતા જાેઈને મેકર્સે પુષ્પા ૨ની જાહેરાત કરવામાં જરા પણ મોડું કર્યું નથી. ત્યારથી લઈને અત્યાર સુધી ફેન્સ પુષ્પાની બીજી સિરીઝ આવે તેની રાહ જાેઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવે મેકર્સે ફિલ્મને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. ફેન્સ ઘણા સમયથી અલ્લુ અર્જુનની પુષ્પા ૨ની રાહ જાેઈ રહ્યા છે. પુષ્પા ધ રાઇઝ દેશભરના સિનેમાઘરોમાં જાેરદાર હિટ રહી હતી. આવી સ્થિતિમાં લોકોને પુષ્પા ૨ પાસેથી ઘણી આશાઓ છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક પહેલા રિલીઝ કરવામાં આવ્યો હતો. તેનાથી લોકોમાં ધૂમ મચી ગઈ હતી. પછીથી તે ૮ એપ્રિલ ૨૦૨૩ના રોજ અલ્લુ અર્જુનના જન્મદિવસ પર રિલીઝ થઈ. ફિલ્મ માટે લોકોના ઉત્સાહનો અંદાજ ટ્રેલરને મળેલા પ્રેમ પરથી લગાવી શકાય છે. મેકર્સે હવે Mythri Movies ના બેનર હેઠળ બની રહેલી પુષ્પા ૨ ને લઈને મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત ફિલ્મની રિલીઝ ડેટ સાથે જાેડાયેલી છે. વાસ્તવમાં નિર્માતાઓ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, હવે ‘પુષ્પા ૨’ની રિલીઝમાં માત્ર ૨૦૦ દિવસ બાકી છે. ૨૦૦ દિવસમાં એટલે કે ૧૫મી ઓગસ્ટ ૨૦૨૪ના રોજ અલ્લુ અર્જુન પુષ્પરાજના રૂપમાં ફરીથી તેના ફેન્સનું મનોરંજન કરશે. સાઉથના પ્રખ્યાત નિર્દેશક સુકુમારે ‘પુષ્પા ધ રૂલ’નું નિર્દેશન કર્યું છે. ફિલ્મના પહેલા ભાગની જેમ આ વખતે પણ અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંદાન્ના અને ફહદ ફાસિલ મહત્વની ભૂમિકામાં જાેવા મળશે. પહેલા ભાગની સફળતા બાદ હવે નિર્માતાઓ અને ફેન્સને ભાગ ૨ પાસેથી ઘણી આશાઓ રાખી રહ્યા છે. આવી સ્થિતિમાં તે જાેવાનું રસપ્રદ રહેશે કે શું ફિલ્મ આ આશાઓ પર ખરી ઉતરે છે કે નહીં?
અનંત નેશનલ યુનિવર્સિટીએ બે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું
અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ‘ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડિજિનિયસ નોલેજ...
Read more