૧૬ મેથી અધિક-પુરસોત્તમ માસનો પ્રારંભ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અધિક પુરુષોત્તમ માસ અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીઓ જણાવ્યું હતું કે, ૧૬ મે થી પુરૂષોત્તમમાસનો પ્રારંભ થતો હોવાથી મંદિરો એક મહીના સુધી ધૂન – ભજન – ભક્તિભાવથી ગુંજી ઉઠશે. અધિક માસની પૂર્ણાહુતિ ૧૩ જૂનના રોજ થશે.

સર્વે માસોમાં સર્વ શ્રેષ્ઠ માસ કોઇ તો એ પુરુષોત્તમ માસ છે. જેને અધિક માસ પણ કહેવામાં આવે છે. અધિક માસ એટલે આપણે જીવનમાં અધિક ભક્તિ અને સત્સંગ, ધર્મ, કથા અને કીર્તન, ધૂન અ ધ્યાન કરવાનો માસ. પુરુષોત્તમ માસ દર ત્રણ વર્ષે આવે છે. તેનો આપણે અવશ્ય લાભ લેવો જોઇએ.

સ્વામિનારાયણ મંદિર -કુમકુમના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, અધિક માસ શુભકાર્યોમાં વર્જિત ગણવામાં આવેલો છે. તેથી આ માસમાં લગ્ન મકાન વાસ્તુ વગેરે શુભકાર્યો કરવામાં આવતા નથી. પુરૂષોત્તમ માસ એટલે…પતિત જેવા માનવને પણ પાવન કરવા દર ત્રીજા વર્ષે પૃથ્વી પર પ્રગટતું પુનિટ પર્વ. માણસ માત્રની આધિ, વ્યાધિ, ઉપાધિને હરનારૂં પર્વ. કિકાળમાં પણ શ્રી સ્વામિનારાયણ ભગવાવને પામીને આત્યંતિક મુક્તિ મેળવવાનો સર્વ શ્રેષ્ઠ માસ.

કુમકુમ મંદિર ખાતે પુરૂષોત્તમ માસમાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

કુમકુમ મંદિર ખાતે અધિક – પુરૂષોત્તમ માસમાં શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી કૃત ગ્રંથ અબજીબાપાશ્રી ચરિત્રામૃત સુખ સાગરની નવ દિવસની પારાયણ યોજવામાં આવશે. આ કથામૃતનું પાન રાત્રે ૮.૩૦ થી ૧૦.૩૦ કલાક સુધી પ્રેમવત્સલદાસજી સ્વામી કરાવશે.

TAGGED:
Share This Article