પુરી રથયાત્રા ચોથી જુલાઇના દિવસથી શરૂ થઇ રહી છે. જે દર વર્ષે આયોજિત થનાર એક યાત્રા છે. પુરી એક પવિત્ર ધામ પણ છે. ચાર ચાર ધામ પૈકી એક ધામ છે. પુરી રથયાત્રામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ભાગ લેવા માટે પહોંચે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો અહીં પહોંચે છે. પુરીમાં ભગવાન જગન્નાથનુ મંદિર પણ છે. જેથી તેને જગન્નાથપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓરિસ્સાના પાટનગર ભુવનેશ્વરના દક્ષિણમાં સ્થિત પુરી શહેર સુધી પરિવહનના તમામ સાધનો રહેલા છે. વિમાની, માર્ગ અને રેલવે મારફતે અહીં સરળ રીતે પહોંચી શકાય છે. ખાસ બાબત એ છે કે ધાર્મિક સ્થળ પુરી હાલમાં હવાઇ માર્ગ મારફતે સીધી રીતે દેશના અન્ય ભાગો સાથે જોડાયેલુ નથી.
પુરીમાં કોઇ એરપોર્ટની સુવિધા નથી. આના માટે સૌથી નજીકનુ વિમાનીમથક ભુવનેશ્વર છે. જેનુ નામ બીજુ પટનાઇક વિમાનીમથક રાખવામાં આવ્યુ હતુ. જે માત્ર ૬૦ કિલોમીટરના અંતરે સ્થિત છે. ભુવનેશ્વરથી દિલ્હી અને ભુવનેશ્વરથી મુંબઇ માટે સીધી ફ્લાઇટની વ્યવસ્થા છે. આ ઉપરાંત દેશના અન્ય ભાગોમાંથી પણ ભુવનેશ્વર સુધી સીધી ફ્લાઇટની વ્યવસ્થા છે. દિલ્હીથી ભુવનેશ્વર વિમાની મારફતે પહોંચી જવામાં ૨.૫૦ કલાકનો સમય લાગે છે. આવી જ રીતે તે નોન સ્ટોપ ફ્લાઇટ છે. આ ઉપરાંત મુંબઇથી ભુવનેશ્વર પહોંચવામાં પણ ૨.૨૫ કલાક લાગે છે. ભુવનેશ્વર પહોંચીને આપ પુરી સુધીની યાત્રા માર્ગ મારફતે કરી શકો છો. કેબ અથવા તો બસ પકડીને પુરી પહોંચી શકાય છે. જેમાં એક કલાકનો સમય લાગે છે. આ ઉપરાંત કોલકત્તાથી પુરી પહોંચી જવા માટે પહેલા ભુવનેશ્વરની ફ્લાઇટ પકડવી પડશે. જે આશરે ૧.૧૦ કલાકમાં ભુવનેશ્વર પહોંચાડી દેશે.
તમામ જાણકાર લોકો કહે છે કે પુરી અથવા તો જગન્નાથપુરી માર્ગના રસ્તાથી દેશના મોટા ભાગના શહેરો સાથે જોડાયેલુ છે. પ્રમુખ ધાર્મિક પ્રવાસી સ્થળ હોવાના કારણે પુરીમાં નજીકી શહેરોમાં અને પ્રવાસી સ્થળ પર જવા માટે નિયમિત બસ સેવા છે. ગુન્ડિચા મંદિરની નજીક સ્થિ બસ સ્ટેન્ડથી ભુવનેશ્વર અને કટક માટે દર ૧૦-૧૫ મિનિટમાં બસ છે. આ ઉપરાંત કોણાર્ક માટે અહીથી ૨૦ મિનિટમાં બસ ચાલે છે. કોલકત્તાથી પુરી પહોંચવા માટે સીધી બસ સેવા ઉપલબ્ધ છે. આ ઉપરાંત વિશાખાપટ્ટનમ માટે પણ સીધી બસ છે. બસથી યા૬ા કરવા માટે ઇચ્છુક શ્રદ્ધાળુઓ લગ્ઝરી બસની પસંદગી કરી શકે છે જે આરામ દાયક હોય છે. ઓરિસ્સા ટ્યુરિઝમ દ્વારા પણ કેટલીક બસ લોકો માટે ચલાવવામાં આવે છે.જેનો લાભ લોકો ઉઠાવે છે. પુરીમાં પહોંચવા માટે શ્રદ્ધાળુઓ પોતાની પસંદના પરિવહનના સાધનોનો ઉપયોગ કરી શકે છે. પુરીથી ભુવનેશ્વર પહોંચી જવા માટેની બાબત સરળ છે. કારણ કે પરિવહનના સાધન ખુબ છે. પુરી ટ્રેન સેવા માટે દેશથી જોડાયેલ છે.
દિલ્હીથી પુરી, આગરાથી પુરી, કોલકત્તાથી પુરીની સીધી ટ્રેન સેવા છે. આ ઉપરાંત પુરી સુધી પહોંચવા માટે એક અલગ લાઇન પણ છે. દક્ષિણી પુર્વી રેલવેની એક લાઇન અલગ છે. જે દક્ષિણી રાજ્યોને પુરી સાથે જોડે છે. પુરીથી માત્ર ૬૨ કિલોમીટરના અંતરે ભુવનેશ્વર રેલવે સ્ટેશન પણ છે. જે મોટા રેલવે સ્ટેશન તરીકે છે. પુરીમાં હવે ધાર્મિક માહોલ છવાઇ ગયો છે. રથયાત્રામાં ભાગ લેવા માટે ઇચ્છુક શ્રદ્ધાળુઓ પહેલાથી જ પહોંચી ચુક્યા છે. સુરક્ષા વ્યવસ્થા પણ મજબુત કરવામાં આવી છે. સૌથી મોટી રથયાત્રા તરીકે આને ગણવામાં આવે છે. રથયાત્રાને સૌથી મોટા ધાર્મિક ઉત્સવ પૈકી એક તરીકે ગણવામાં આવે છે. જગન્નાથપુરીનુ ખાસ મહત્વ રહેલુ છે. આનુ પ્રસારણ પણ ખાસ રીતે કરવામાં આવનાર છે. રથયાત્રાના આયોજન સાથે જોડાયેલા લોકો તૈયારીમાં છેલ્લા કેટલાક સમયથી લાગ્યા હતા.લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહેલાથી જ પહોંચવા લાગી ગયા છે.