લોકસભા ચૂંટણીમાં પંજાબની ભૂમિકા પણ નબળી દેખાઇ રહી નથી. અહીની ચૂંટણી પણ ઉપયોગી સાબિત થનાર છે. દેશભરમાં ભલે વંશવાદને લઇને રાજનીતિમાં હોબાળો છે. જો કે પંજાબની રાજનીતિ પણ ચાર પરિવારની પરિક્રમા પર આધારિત રહેલી છે. રસપ્રદ બાબત એ છે કે તેમની વચ્ચે પરિવારિક સંબંધો પણ છે. પંજાબમાં લોકસભાની કુલ ૧૩ સીટો રહેલી છે. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ત્રણ સીટ મળી હતી. અકાળી દળને ચાર સીટો મળી હતી. ભાજપને બે સીટો મળી હતી. આમ આદમી પાર્ટીને ચાર સીટો મળી હતી. આવી જ રીતે વર્ષ ૨૦૦૯માં કોંગ્રેસને આઠ અને અકાળી દળને ચાર સીટો મળી હતી. ભાજપને એક સીટ મળી હતી.
આવી સ્થિતીમાં રાજકીય પંડિતો કહે છે કે આ વખતે સીધી સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેનાર છે. અરવિન્દ કેજરીવાલની પાર્ટીની તાકાત હવે ઉલ્લેખનીય રીતે ઘટી ગઇ છે. આવી સ્થિતીમાં ભાજપને ફાયદો થઇ શકે છે. પંજાબમાં પરિવારવાદ મહત્વપૂર્ણ બાબત છે. આ પરિવારના પારસ્પરિક સંબંધ પણ છે. બાદલ પરિવારની પુત્રીના લગ્ન કેરો પરિવારમાં થયા છે. કેરો પરિવારની ભત્રીજીના લગ્ન બરાર પરિવારમાં થયા છે. હરચરણ સિંહ બરારનો પુત્ર મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહના નાના ભાઇના સાઢુ છે. આ પરિવારોમાંથી જ કોઇને કોઇ રાજ્યના મુખ્યપ્રધાન રહ્યા છે. એટલુ જ નહીં ક્યારેક ખાલિસ્તાન સમર્થક રહેલા સિમરનજીત સિંહ માનના પત્નિ ગિતેન્દ્ર કૌર માન કેપ્ટન અમરિન્દર સિંહના પત્નિ પરનિતીના બહેન છે.
આ પરિવારની ચારેબાજુ ઘેરાયેલી રાજનીતિના કારણે અન્ય કોઇ નેતા પંજાબમાં ઉભરી શક્યા નથી. સામાન્ય પરિવારમાંથી આવતા સુરજીત સિંહ બરનાલા, રાજેન્દ્ર કૌર, ભટ્ટલ, હરચરણ સિંહ બરાર લાંબા સમય સુધી મુખ્યપ્રધાન પદ પર ટકી શકયા ન હતા. વર્ષ ૧૯૭૭ બાદથી તો માત્ર પ્રકાશ સિંહ બાદલ અને કેપ્ટન અમરિન્દર સિંહના શાસન રહ્યા છે. પંજાબની રાજનીતિ પર નજર રાખનાર રાજનીતિ નિષ્ણાંતો કહે છે કે જ્યારે પણ અન્ય કોઇ નેતાનુ કદ વધે છે ત્યારે આ તમામ સાથે મળને તેની તાકાતને ઘટાડી દેવામાં લાગી જાય છે. નવજાત સિદ્ધુ હોય કે પછી બરનાલા તમામ સાથે આવુ જ કરવામાં આવે છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની આંધી હવે શાંત થઇ ચુકી છે.
પટિયાલામાં પાર્ટી સાંસદ હવે પંજાબ મંચન સાથે જોડાઇ ચુક્યા છે. ધારાસભ્ય સુખપાલ ખેરા નવી પાર્ટી બનાવી ચુક્યા છે. ફતેહ ગઢ સાહિબથી હરિન્દર સિંહ ખલાસા પણ પાર્ટીથી ભારે નારાજ છે. મુખ્યપ્રધાન બન્યા બાદ કેપ્ટન અમરિન્દર સિંહની તાકાત વધી છે. કોંગ્રેસ પાર્ટીની સ્થિતી મજબુત બની છે. જો કે તેમના વચન હજુ પણ પૂર્ણ થયા નથી. જેથી મતદારો કેટલાક અંશે નારાજ છે. કરતારપુરા કોરિડોરમાં નવજાત સિદ્ધુની પક્કડ દેખાય છે. પાર્ટી હવે વર્ષ ૨૦૧૪માં આવેલી ત્રણ સીટોની સંખ્યાને વધારી દેવા માટે ઇચ્છુક છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી અને અકાળી નેતા પોતાની તાકાતને વધારી દેવાના પ્રયાસમાં છે. વર્ષ ૨૦૧૪માં ભાજપની પાસે અમૃતસર, હોશિયારપુર, અને ગુરદાસપુર સીટ હતી. અકાળી દળને પણ ૧૦માંથી માત્ર ત્રણ સીટો મેળવીને સંતોષ માનવાની ફરજ પડી હતી. ભાજપને શાસન વિરોધી લહેરની સ્થિતીમાં નુકસાન થઇ શકે છે. વિનોદ ખન્નાના અવસાનથી પણ પાર્ટીને નુકસાન થઇ શકે છે. ભારતીય જનતા પાર્ટીના લોકો મોદી સરકારની સિદ્ધીઓ અને યોજનાને લઇને લોકોની વચ્ચે જનાર છે. ભાજપના લોકો કહે છે કે એક પછી એક દેશ હિતમાં અનેક સાહસી નિર્ણય કરવામાં આવી રહ્યા છે. નોટબંધી અને જીએસટી જેવા મોટા આર્થિક સુધારા હાથ દરવામાં આવ્યા હતા. કોઇએ વિચાર્યુ હતુ કે ખેડુતોને પણ વેતન મળી શકે છે. ભારતમાં હાઇ સ્પીડ ટ્રેન ચાલી શકે છે અને બુલેટ ટ્રેનના સપના પણ જોઇ શકાય છે. દેશના તમામ લોકોના બેંક ખાતા હશે તેવુ પણ ક્યારેય કોઇએ વિચાર્યુ ન હતુ. આજે સૌર ઉર્જા અને મોબાઇલ નિર્માણના મામલે ભારત આજે વિશ્વમાં બીજા નંબર પર છે. સબસિડીના પૈસા બેંક ખાતામાં આજે આવી રહ્યા છે. તમામ પેમેન્ટ થોડીક મિનિટોમાં જ ખાતામાં આવી જશે તેવી કોઇએ કલ્પના પણ કરી ન હશે. આ તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે તો કહી શકાય છે કે દેશની પ્રજા સમક્ષ બીજા કોઇ વિકલ્પ નથી. સરકારની કામગીરીની લઇને કાર્યકરો ખુશ છે.