ચંદીગઢ: પંજાબના અમૃતસરમાં થયેલી મોટી ટ્રેન દુર્ઘટનામાં મોતનો આંકડો હજુ પણ વધી રહ્યો છે. આજે મોતનો આંકડો વધીને ૭૧ ઉપર પહોંચી ગયો હતો. મોટી સંખ્યામાં લોકો હજુ સારવાર હેઠળ છે. જૈ પૈકી કેટલાક ગંભીર છે. મોતનો આંકડો વધી શકે છે.મૃતકોની ઓળખવિધ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.આ દુર્ઘટના અમૃતસર અને મનાવલા વચ્ચે ફાટક નંબર ૨૭ ઉપર થઇ હતી. અકસ્માત થયો ત્યારે જાડા ફાટક ખાતે દશેરાની ઉજવણી ચાલું હતી. અકસ્માત થયો ત્યારે રાવણદહન જાવા માટે હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા.
એજ ગાળામાં ડીએમયુ ટ્રેન નંબર ૭૪૯૪૩ ત્યાંથી પસાર થઇ રહી હતી. રાવણદહનના લીધે ફટાકડાઓના અવાજ આવી રહ્યા હતા જેથી લોકોને ટ્રેનનો અવાજ સંભળાયો ન હતો જેના લીધે આ દુર્ઘટના થઇ હતી. મળેલી માહિતી મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં દશેરાના અવસર પર રાવણદહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ અહીં રાવણદહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાવણદહન દરમિયાન ફટાકડાઓના તીવ્ર અવાજ આવી રહ્યા હતા.
પોલીસ, જીઆરપી અને અન્ય ટીમો અકસ્માતની જાણ થતાં તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહે દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેઓ આ સમાચાર સાંભળીને સ્તબ્ધ થઇ ગયા છે. તમામ સરકારી અને પ્રાઇવેટ હોÂસ્પટલમાં મદદ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્રને યુદ્ધ સ્તર પર બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા માટે કહેવામાં આવ્યું હતુ. રાવણદહન વેળા જાડા ફાટકની નજીક એકાએક ભાગદોડ મચી ગઈ હતી જેના લીધે અનેક લોકો ટ્રેકની તરફ દોડ્યા હતા જેથી પઠાણકોટથી અમૃતસર તરફ જતી ટ્રેનની અડફેટે લોકો આવી ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે, ટ્રેન દુર્ઘટના અંગે સમાચાર સાંભળીને ખુબ આઘાત લાગ્યો છે. જરૂરી સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે અધિકારીઓને કહેવામાં આવ્યું છે. રાજ્યની તમામ સંભવિત મદદ કરવાની કેન્દ્ર સરકારે ખાતરી આપી છે. ગૃહમંત્રી રાજનાથસિંહે પંજાબના ગૃહ સચિવ અને રાજ્યના ડીજીપી સાથે વાતચીત કરી છે. મુખ્યમંત્રી અમરિન્દરસિંહ પણ બચાવ અને રાહત કામગીરીને જાવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. સાથે સાથે સરકારી અને ખાનગી હોÂસ્પટલમાં ઇજાગ્રસ્તોને મફત સારવાર આપવાની પણ જાહેરાત કરી છે.