પંજાબ નેશનલ બેંકના અમદાવાદ સર્કલે આજે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન નોંધાવ્યો છે, જેમાં સર્કલની 101મી અને 102મી શાખાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અમદાવાદ સર્કલનો વિસ્તાર બનાસકાંઠાથી અરવલ્લી અને મહેસાણા થી અમદાવાદ તથા ગાંધીનગર સુધીના કુલ 7 જિલ્લાઓમાં ફેલાયેલો છે.
અમદાવાદ અને ગાંધીનગર જેવી ઝડપી વિકસતી ટ્વિન સિટીઝના ગ્રાહકોને વધુ સારી અને સુવિધાજનક બેંકિંગ સેવાઓ પૂરી પાડવાના હેતુથી આ બે નવી શાખાઓ આજ રોજ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ સર્કલનું નેતૃત્વ શ્રીમતી અભિલાષા બોલિયા, સર્કલ હેડ – ડેપ્યુટી જનરલ મેનેજર (DGM) દ્વારા કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં પંજાબ નેશનલ બેંકના કુલ 4 સર્કલ્સ છે — અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ. ગુજરાત ઝોનનું નેતૃત્વ શ્રી વિનિશ ચાવલા, ઝોનલ મેનેજર – જનરલ મેનેજર દ્વારા કરવામાં આવે છે.
અશોક ચંદ્રા, મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (MD & CEO), જેમણે 16 જાન્યુઆરી, 2025ના રોજ પદભાર સંભાળ્યો, તેમના નેતૃત્વ હેઠળ બેંકે અનેક ગ્રાહકમૈત્રી પહેલો હાથ ધરી છે.
બેંક દ્વારા તાજેતરમાં સેલેરી અકાઉન્ટ્સ અને સેવિંગ્સ અકાઉન્ટ્સ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં વિવિધ વીમા લાભો તથા અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. સાથે સાથે બેંકે ડિજિટલ લેન્ડિંગ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે અને હાઉસિંગ તથા કાર લોન સેગમેન્ટમાં આકર્ષક વ્યાજ દરો ઓફર કરી રહી છે, જેનાથી સસ્તી અને સરળ બેંકિંગ સેવાઓ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બને છે.
