ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રિત કૌરની બનાવટી ડિગ્રી મામલે મુશ્કેલીઓ વધી શકે છે. તો બીજી તરફ હરમનપ્રિતને પંજાબમાંથી ડી.એસ.પીના પદથી હટાવી પણ શકાય તેવી શક્યતાઓ છે. ૨૯ વર્ષની હરમનપ્રિતે માર્ચ મહીનામાં પોલીસ ખાતામાં ડી.એસ.પી પદ સંભાળ્યુ હતુ. મિડીયા રિપોર્ટ્સ પ્રમાણે બનાવટી ડિગ્રીના વિવાદમાં ફસાયેલી ટી-20ની કેપ્ટન હરમનપ્રિત કૌરને આ પદથી હટાવવાની કામગીરીને અંજામ અપાઇ રહ્યો છે. આ બાબતે પંજાબ સરકાર કાનૂની કદમ પણ ઉઠાવી શકે તેમ છે.
હરમનપ્રિતે કહ્યુ હતુ કે, તેને આ ડિગ્રી તેના કોચ દ્વારા મળી હતી. તેને તે વાતની જાણ ન હતી કે આ બનાવટી ડિગ્રી છે. પંજાબ પોલિસમાં ડી.એસ.પી.નુ પદ ગુમાવ્યા બાદ હરમનપ્રિતને તેના એજ્યુકેશનના હિસાબથી કોન્સ્ટેબલનું પદ આપવામાં આવશે. જ્યારે હરમનપ્રિતને પોલિસમાં આ પદ સોંપવામાં આવ્યુ ત્યારે પંજાબના મુખ્યમંત્રીએ તેમના ખભે સ્ટાર લગાવ્યા હતા. મહિલા વર્લ્ડકપ ૨૦૧૭માં શાનદાર પ્રદર્શન માટે હરમનપ્રિતને આ પદ સોંપવામાં આવ્યુ હતુ.
હવે હરમનપ્રિત માટે શું નિર્ણય આવે છે, તે સમય આવતા જ ખબર પડશે.