પંજાબ સરકારનો મોટો નિર્ણયઃ ડ્રગ્સના દાણચારોને મળશે મૃત્યુ દંડ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પંજાબમાં વધી રહેલા નશાના પ્રમાણનો નાશ કરવા માટે હવે પંજાબની કેપ્ન સરકારે એક મોટો પગલુ ભર્યું છે. પંજાબ કેબિનેટની મહત્વપૂર્ણ બેઠકમાં ડ્રગ્સના દાણચારોને ફાંસીની સજાનો પ્રસ્તાવ પાસ કરી દીધો છે.

ચંદીગઢ સ્થિત પંજાબ સિવિલ સચિવાલયમાં યોજાયેલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રસ્તાવને કેન્દ્ર સરકાર પાસે રવાના કરી દેવામાં આવ્યો છે. ડ્રગ્સની દાણચારી રોકવા માટે કેબિનેટની બેઠકમાં અન્ય નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. ડ્રગ્સ હેરાફેરીમાં સંડોવાયેલા પોલિસ કર્મચારીઓને બરતરફ કરી દેવામાં આવશે અને તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. પંજાબમાં સતત નશાના ઓવરડોઝને કારણે થઇ રહેલા મૃત્યુને કારણે સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

આંકડા પ્રમાણે જોઇએ તો પંજાબમાં એક મહીનામાં આશરે ૩૦ યુવાનોની નશાના કારણે મૃત્યુ થઇ ચૂક્યા છે. આ ઉપરાંત સરકાર ડ્રગ્સના ઓવરડોઝના કારણે મૃત્યુ પામેલા લોકો માટે કેન્દ્ર સરકાર પાસે વળતરની માંગ કરશે. આ બાબતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ સબ કમિટિની રચના કરવામાં આવી છે.

બેઠક બાદ પંજાબના કેબિનેટ મંત્રી તૃપ્ત રાજિંદર સિંહ બાજવાએ જણાવ્યું કે ડ્રગ્સ હેરાફેરી વિરુદ્ધ અમારી સરકાર સખત કાર્યવાહી કરશે. નશાની હેરાફેરી કરનારાઓને કોઇપણ કિંમતે છોડવામાં આવશે નહિ.

Share This Article