પુણે : મહારાષ્ટ્રના પુણેમાં ઇમારતની દિવાલ ધરાશાયી થઇ જતા મોટી દુર્ઘટના સર્જાઇ ગઇ છે. ગઇકાલે મોડી રાત્રે આ ઘટના બન્યા બાદ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. હજુ સુધી આ ઘટનામાં ૧૭ લોકોના મોત થઇ ચુક્યા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. પુણેના તળાવ મસ્જિદ વિસ્તારમાં મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. જેનુ કારણ ભારે વરસાદ દર્શાવવામાં આવી રહ્યુ છે. અહીંની એક આવાસ સોસાયટીમાં નિર્માણ કામ ચાલી રહ્યુ હતુ ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી. પા‹કગ સાથે જાડાયેલો એક હિસ્સો ધરાશાયી થઇ ગયો હતો.
જેના કારણે આ બનાવ બન્યો હતો. આજે સવારે બનાવના કેટલાક ફોટો જારી કરવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં ભારે અંધાધુંધી અને બાગદોડ મચી ગઇ હતી. કેટલાક વાહનોને પણ નુકસાન થયુ છે. બનાવના ભાગરૂપે સોસાયટીની દિવાળ મજુરોની વસ્તી પર પડી હતી. દિવાલની સાથે સોસાયટીના લોકોની કેટલીક કાર પણ પણ મજુરોના આવાસ પર પડીહતી. બનાવ બાદ તરત જ બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. પુણેના જિલ્લાઅધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે ભારે વરસાદના કારણે આ દિવાળ ધરાશાયી થઇ ગઇ હતી.
નિર્માણ કંપનીની લાપરવાહી સપાટી પર આવી ગઇ છે. ૧૭થી વધારે લોકોના મોત કોઇ નાની ઘટના નથી. મૃતકોમાં મોટા ભાગના બિહારી અને બંગાળી લોકો હોવાનુ જાણવા મળ્યુ છે. સરકાર તરફથી વળતરની જાહેરાત કરવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે પુણે સહિત મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં જનજીવન ખોરવાઇ ગયુ છે.