શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર કરવામા આવેલા ભીષણ ત્રાસવાદી હુમલામાં ઉપયોગ કરવામાં આવેલા વિસ્ફોટકો આખરે બોમ્બર પાસે ક્યાંથી આવ્યા હતા તેમાં તપાસ ચાલી રહી છે. કેટલીક નવી વિગત પણ ખુલી રહી છે. એવુ પણ જાણવા મળી રહ્યુ છે કે આ વિસ્ફોટકો પથ્થરની ખાણમાં છુપાવી દેવામાં આવ્યા હતા. દક્ષિણ કાશ્મીરની એવી ખાણમાં પણ તપાસ કરવામાં આવી રહી છે જ્યાં વિસ્ફોટક છુપાવવામાં આવી શકે છે. દક્ષિણ કાશ્મીરમાં આશરે ૩૦ પથ્થરની ખાણ છે. પુલવામા, અનંતનાગ, શોપિયનમાં વર્તમાન જે પથ્થરની ખાણ છે તેમાં વિતેલા વર્ષોમાં પણ ગેરકાયદે હથિયારો રાખવામાં આવી ચુક્યા છે. અત્રે નોંધનીય છે કે હાલમાં પુલવામાં ખાતે સીઆરપીએફના કાફલા પર ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યોહતો. જેમાં ૪૦ જવાન શહીદ થયાહતા.
જેશે મોહમ્મદ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. વિકાસના મામલે વાત કરતા તેમણે કહ્યુ હતુ કે દેશમાં ગરીબી નાબુદીની દિશામાં મોટા પગલા લેવામાં આવી રહ્યા છે. આતંકવાદીઓએ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે એક મોટા હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થઇ ગયા હતા. તાજેતરના વર્ષોમાં સૌથી મોટા હુમલાને ત્રાસવાદીઓ દ્વારા અંજામ આપવામાં આવ્યા બાદ દેશભરમાં લોકોમાં પહેલાથી આક્રોશ છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે ત્રાસવાદીઓ દ્વારા ગુપ્તરીતે બીછાવવામાં આવેલી જાળ હેઠળ આ ભીષણ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સીઆરપીએફના જવાનો ફસાયા હતા. ઉરીમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો પર આને સૌથી મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે.
શ્રીનગર-જમ્મુ હાઈવે ઉપર સ્થિત અવન્તીપોરા વિસ્તારમાં આ હુમલો થયો હતો. આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી હતી. વિસ્ફોટક સાથે ભરેલી એક ગાડીને લઇને જૈશના ત્રાસવાદી આદિલે સીઆરપીએફ જવાનોના કાફલાની બસમાં અથડાવી હતી. હુમલા બાદ જવાનોએ પણ કાર્યવાહીના પ્રયાસ કર્યા હતા પરંતુ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. કાફલાની જે બસને ત્રાસવાદીઓએ ટાર્ગેટ બનાવી હતી તેમાં ૪૪ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો તે જમ્મુથી શ્રીનગર જઇ રહ્યો હતો તેમાં ૨૦૦૦ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરાયો તેમાં ૭૦ વાહનો હતા.