નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના બનિહાલમાં જવાહર ટનેલની પાસે થોડાક દિવસ પહે કરવામાં આવે કાર બ્લાસ્ટ મારફતે ત્રાસવાદીઓ પુલવામા-૨ને દોહરાવવા માંગતા હતા. જો કે તેમની યોજના ફ્લોપ રહી હતી.મોટી ઘાત ટળી જવાની સાથે સાથે નીચે મુજબ છે.
- જમ્મુ કાશ્મીરના બનિહાલમાં જવાહર ટનેલની પાસે થોડાક દિવસ પહે કરવામાં આવેલા કાર બ્લાસ્ટ મારફતે ત્રાસવાદીઓ પુલવામા-૨ને દોહરાવવા માંગતા હતા. જો કે છેલ્લી ઘડીએ તેમની યોજના નિષ્ફળ રહી હતી
- આત્મઘાતી બોમ્બરે છેલ્લી ઘડીએ યોજના બદલી
- છેલ્લી ઘડીએ આત્મઘાતી હુમલાખોરે તેની યોજના બદલી નાંખી હતી. સાથે સાથે બ્લાસ્ટ કરતા પહેલા વિસ્ફોટક ભરેલી ગાડી બ્લાસ્ટ પહેલા છોડીને ફરાર થઇ ગયો હતો
- બનિહાલ કાર બ્લાસ્ટના મામલે તપાસ કરી રહેલી જમ્મુ કાશ્મીર પોલીસને એક નોંધ મળી આવી છે
- આ હુમલાના કારણે પુલવામા હુમલાની યાદ તાજી થઇ ગઇ હતી. જેમાં ૪૦ જવાનો શહીદ થયા હતા
- આત્મઘાતી બોંબર ફરાર હોવાથી હજુ સુધી ઘાત ટળી નથી
- ભારતીય સેના અને સુરક્ષા દળો એલર્ટ પર છે