૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવેલા ભીષણ આત્મઘાતી હુમલાના કારણે સ્થાનિક લોકો હજુ પણ હચમચેલા છે. તેમનુ કહેવુ છે કે તેઓ દેશના જે વિસ્તારમાં પણ જાય છે ત્યારે તેમને એવો પરિચય આપતા ભય લાગે છે કે તેઓ પુલવામાં જિલ્લાના છે. પુલવામાના નામ પર તેમના પર એક કલંક લાગી ગયુ છે. જેને લઇને તેમને સતત પિડા થતી રહે છે. આશકે છ મહિના પહેલા પૂર્વ જમ્મુ કાશ્મીરના પુલવામા વિસ્તારની ચર્ચા એકાએક દેશમાં જાવા મળી રહી હતી. ચારેબાજુ લોકો પુલવામાની વાત કરી રહ્યા હતા. કારણ કે આ જિલ્લાના લેથપોરાથી પસાર થનાર શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલાથી દેશમાં ખળભળાટ મચી ગયો હતો.
આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થઇ ગયા હતા. કેસરની ખેતી માટે વિશ્વમાં જાણીતા કાશ્મીર ખીણના મધ્યમાં સ્થિત આ ખુબસુરત જિલ્લાના લોકોને આજે એ બાબતનુ દુખ છે કે તેમની જમીન પર એક એવી ઘટના બની ગઇ જેના કારણે જિલ્લાના ઇતિહાસમાં એક કદી દુર ન કરી શકાય તે પ્રકારનુ કલંક લાગી ગયુ છે. પુલવામા પાસે એવા અનેક દાખલા છે જેના કારણે તેનુ નામ ગર્વ સાથે લેવામાં આવી શકે છે. ૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે કરવામાં આવેલા હુમલાથી લોકો હજુ પણ ભયભીત થયેલા છે. તેમનુ કહેવુ છે કે જ્યારે પણ તેઓ દેશના કોઇ હિસ્સામાં પહોંચે છે ત્યારે તેમનો પરિચય આપતા ડર લાગે છે. તેઓ પુલવામા વિસ્તારના છે તે બાબત કહેતા ભય લાગે છે. તેઓ આના માટે મિડિયાને દોષ આપે છે.
તેમનુ માનવુ છે કે આ જિલ્લાના સંબંધમાં એટલી બધી નકારાત્મક બાબતો ફેલાવી દેવામાં આવી છે કે અહીં ભય છે. પુલવામાં પુરતા પ્રમાણમાં કુશળતા સાથે રહેતા લોકો છે. કુશળ લોકોની પણ કોઇ કમી નથી. જા કે પુલવામાં મામલે ખોટી માહિતી ફેલાવી દેવામાં આવી છે. અમરનાથ યાત્રા માર્ગ પૈકી ૨૨ કિલોમીટર વિસ્તાર આ ક્ષેત્રમાંથી પસાર થાય છે. અહીંના લોકો ખુબ મહેનતુ રહેલા છે. પ્રતિભાશાળી લોકો રહેલા છે. અનુકુળ કુદરતી સંસાધનોના આધાર પર પુલવામાજિલ્લામાં વ્યાપક સમૃદ્ધિ રહેલી છે. ડેયરી ઉત્પાદનોના મામલે આગળ હોવાના કારણે તે જમ્મુ કાશ્મીરના અગ્રણી જિલ્લા તરીકે છે. પ્રગતિની દિશામાં સતત આગળ વધવાના કારણે પુલવામાની યુવા પેઢીમાં અસંતોષ અને હળવા આક્રોશને સીધી રીતે જાઇ શકાય છે. કારોબાર કરી રહેલા લોકોનુ કહેવુ છે કે મિડિયામાં ક્યારેય કોઇ પોઝિટિવ સ્ટોરી પ્રકાશિત કરવામાં આવતી નથી. અમારા પૈકી કોઇ પણ વ્યક્તિ હિંસાની તરફેણ કરતા નથી. અમને પણ શાંતિ અને સમૃદ્ધિની જરૂર છે. પુલવામાં તૈનાત કરવામાં આવેલા અધિકારીઓ કહે છે કે તમામ પ્રગતિ હોવા છતાં બેરોજગારી આજે પણ સૌથી ઉપર રહેલી છે. અલગતાવાદી આ પરિસ્થિતીનો સીધી રીતે લાભ ઉઠાવી લે છે.
રાષ્ટ્રપતિ શાસનના ગાળા દરમિયાન રાજ્યપાલ સત્યપાલ મલિકની પહેલ પર છેલ્લા એક વર્ષના ગાળામાં કેટલાક પગલા લેવામાં આવ્યા છે. જેના કારણે લાગે છે કે માત્ર પુલવામાં જ નહીં બલ્કે સમગ્ર જમ્મુ કાશ્મીરના લોકોના વિકાસ માટે સરકાર કામ કરી રહી છે. મિશન ગુડ ગવર્નેન્સ, મિશન ડિલિવરિંગ ડેવલપમેન્ટ, બેક ટુ વિલેજ જેવા પગલા લેવામાં આવી રહ્યા છે. આ તમામ પ્રકારના અભિયાનના કારણે ફાયદો થઇ રહ્યો છે. સરકાર થોડાક દિવસ પહેલા થયેલા સફળતાપૂર્વકના પંચાયત અને સ્થાનિક એકમોની ચૂંટણીને લઇને આશાવાદી છે. આ ચૂંટણીમાં ૭૦ ટકા કરતા વધારે મતદાન થયુ હતુ. જે લોકસભા ચૂંટણી કરતા ૧૦ ગણુ વધારે છે. પંચાયત સંસ્થાઓ અને અધિકાર લાગુ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રાજ્યની પંચાયતો હવે ૧૯ વિભાગોના કાર્યોની ગ્રામ્ય સ્તર પર ચકાસણી કરે છે. મનરેગા, મિડ ડે મિલ જેવી તમામ યોજના ચાલી રહેલી છે. હવે પંચાયત પોતે પોતાના વિકાસ માટે યોજનાઓ બનાવી રહી છે. સત્તાના વિકેનદ્રીકરણના કારણે સ્થિતીમાં ઉલ્લેખનીય સુધારો થઇ રહ્યો છે. કેટલાક સરપંચ તો આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાવિ ઉમેદવારો તરીકે ઉભરી રહ્યા છે. પુલવામાના ડેપ્યુટી કમીશનર આબિદ કહે છે કે અમારુ ધ્યાન પુલવામાને જમ્મુ કાશ્મીરના આનંદ બનાવી દેવા માટેનુ છે. અહીંના કેસરને વિશ્વમાં સૌથી સારી ગુણવત્તાવાળી કેસર તરીકે ગણવામાં આવે છે. સફરજનના કારોબારને વિશ્વ સ્તરના બનાવવા માટે જિલ્લામાં ૧૨ કોલ્ડસ્ટોરેજ છે. જિલ્લાના અવન્તિપુરામાં ટુંક સમયમા ંજ એમ્સની શરૂઆત કરવામાં આવનાર છે. જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી ગતિવિધીને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં તમામ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જા કે હવે સ્થિતીને સામાન્ય બનાવવાની દિશામાં વધારે સારી પહેલ થઇ રહી છે.