ફરી વખત ખુની રમત

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

જમ્મુ કાશ્મીરમાં હજુ સુધીના સલૌથી મોટા ત્રાસવાદી હુમલાના કારણે દેશના લોકો હચમચી ઉઠ્યા છે. ગયા ગુરૂવારના દિવસે પુલવામાં  જિલ્લામાં શીરનગર-જમ્મુ રાજમાર્ગ પર જેશ દ્વારા ભીષણ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. વિસ્ફોટક ભરેલી ગાડી સીઆરપીએફના કાફલામાં રહેલી ગાડી સાથે અથડાવી દેવામાં આવ્યા બાદ આ હુમલો થયો હતો. જેમાં ૪૦થી વધારે જવાન શહીદ થયા હતા. કેટલાક લોકો ઘાયલ થયા હતા. સઆરપીએફના ૭૮ વાહનોના કાફલા સાથે રહેલા ૨૫૦૦ જવાનો જમ્મુથી શ્રીનગર તરફ જઇ રહ્યો હતો ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો.સ્વાભાવિક છે કે ત્રાસવાદીઓએ ખુબ વિચારણા કરીને અને ઘણા સમય સુધી અભ્યાસ કર્યા બાદ આ હુમલાને અંજામ આપ્યો હતો.

સુરક્ષા દળોના કાફલા જમ્મુ કાશ્મીરમાં આવતા રહે છે પરંતુ આ પ્રકારનો હુમલો પહેલી વખત કરવામાં આવ્યો છે. આનાથી એક બાબત તો સાફ થઇ જાય છે કે ત્રાસવાદીઓને મુવમેન્ટ અંગે પહેલાથી જ માહિતી હતી. સામાન્ય રીતે જ્યારે સુરક્ષા દળોનો કાફલો નિકળે છે ત્યારે સામાન્ય વાહનો

ને રોકી દેવામાં આવે છે અને તેમના પર નજર રાખવામાં આવે છે. આને લઇને સીઆરપીએફ અને સેનાના તરીકા જુદા જુદા છે પરંતુ પુલવામાં  ખાતે ક્યાં ભુલ થઇ છે તે અંગે તપાસ ચાલી રહી છે. પ્રશ્ન એ થાય છે કે આટલા જંગી પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી સાથે હુમલાખોર કઇ રીતે પહોંચ્યો તે ગંભીર પ્રશ્ન છે. ચોક્કસપણે આ સરહદ પારથી આવ્યો હતો કે કેમ તેના પર નજર રાખવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે ગુપ્તચર સંસ્થાઓ દ્વારા સાત દિવસ પહેલા જ શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આ પ્રકારના હુમલા થઇ શકે છે. ત્રાસવાદને રોકવા માટે સૌથી પહેલા બાબત ફુલપ્રુફ સુરક્ષા છે.

ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ દેશના સામાન્ય લોકોમાં નારાજગી છે. જા કે આ સમય સંયમ રાખવામાં આવી રહ્યો છે. હાલમાં કોઇને પણ એવા કોઇ નિવેદન કરવા જાઇએ નહીં જેના કારણે દેશમાં વાતાવરણ બગડી શકે . ત્રાસવાદની સામે સમગ્ર દેશને સાથે મળીને લડવાની જરૂર છે. સાથે સાથે કાવતરા ઘડી રહેલા ત્રાસવાદીઓનો પર્દાફાશ રવાની પણ જરૂર દેખાઇ રહી છે. તમામ કામો તો ઠંડા કલેજે જ કરી શકાશે. ોઇ કામ ઉતાવળમાં કરવાથી નુકસાન થઇ શકે છે. એક નહીં કેટલાક મોરચા પર એક સાથે કામ કરવાની જરૂર દેખાઇ રહી છે. સૌથી પહેલા એવા તમામ લોકો સાથે વાતચીત કરવી પડશે જે લડાઇમાં અમારા સાથી હોઇ શકે છે. કેન્દ્ર સરકારે જેશ સહિત અન્ય ત્રાસવાદીઓની યાદી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની વૈશ્વિક યાદીમાં સામેલ કરવાની અપીલ કરી છે. વિશ્વ સમુદાયને અપીલ કરવામાં આવી છે કે પાસ્તિાનમાંથી ચાલતા ટેરર કેમ્પને બંધ કરવા માટે પાકિસ્તાનને કહેવામાં આવે. ચીને હુમલાની નિંદા કરી છે પરંતુ મસુદને ત્રાસવાદી યાદીમાં મુકવાની ભારતની અપીલને સમર્થન આપવાનો ઇન્કાર કર્યો છે. અમને આ તમામ પ્રયાસોને જારી રાખવાની જરૂર છે. ધ્યાન આપવાની બાબત છે કે સ્થાનિક બોમ્બરે આ હુમલો કર્યો છે. આ બાબત અમારી સામે જાય છે. કાશ્મીરી યુવાનો આ રસ્તો ન પકડે તેના માટે તેમની વચ્ચે મતભેદો દુર કરવા પડશે.

Share This Article