નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં ગુરૂવારના દિવસે કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ આક્રમક કાર્યવાહી જારી રાખી છે. જેના ભાગરૂપે જમ્મુ કાશ્મીર પોલીસે કાવતરાની શંકામાં દક્ષિણ કાશ્મીરના સાત શખ્સોને ઉઠાવી લીધા છે. તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ પુછપરછ કરવામાં આવી રહી છે. હુમલામાં ચાલી રહેલી તપાસથી જાણવા મળ્યુ છે કે ભીષણ હુમલા માટેનુ કાવતરુ પુલવામાંના ત્રાલ ખાતે રચવામાં આવ્યુ હતુ. ત્રાલ એજ વિસ્તાર છે જે વિસ્તારમાં વર્ષ ૨૦૧૬માં પણ હુમલો કરવામાં આવ્યો હતો. અહીં વર્ષ ૨૦૧૬માં બુરહાન વાનીને ઠાર કરી દેવામાં આવ્યો હતો. સીઆરપીએફ કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ સમગ્ર જમ્મુ કાશ્મીરમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
તમામ શકમંદ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે. શંકાસ્પદ લોકો ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ બ્લાસ્ટમાં પ્રાથમિક અહેવાલ મુજબ આરડીએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો પરંતુ આ બ્લાસ્ટમાં યુરિયા બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતા રસાયણનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો જે વધારે ખતરનાક સંકેત આપે છે અને આમા સ્થાનિક લોકોની સંડોવણી સ્પષ્ટપણે નજરે પડે છે. યુરિયા બનાવવા માટે ઉપયોગી રસાયણ સરળતાથી ઉપલબ્ધ બને છે. આવી Âસ્થતિમાં સ્થાનિક લોકોની સીધી સંડોવણી આતંકવાદીઓ સાથે હોઈ શકે છે જેથી ચિંતા વધી ગી છે.
ઇરાન અને ઇરાક તેમજ સિરિયામાં આ પ્રકારના વાહનોનો ઉપયોગ કરીને વિતેલા વર્ષોમાં હુમલા કરવામાં આવ્યા હતા.પુલવામાં હુમલાના સંબંધમાં પોલીસે આવંતીપોરા અને આસપાસના વિસ્તારમાંથી સાત લોકોને કસ્ટડીમાં લીધા છે. એમ માનવામાં આવે છે કે હુમલાની યોજના એક પાકિસ્તાની નાગરિક કામરાન નામના શખ્સે બનાવી હતી. જે જેશનો સભ્ય છે. કામરાન હાલમાં દક્ષિણ કાશ્મીરના પુલવામાં, અવંતિપોરા અને ત્રાલ વિસ્તારમાં સક્રિય હોવાના હેવાન મળ્યા છે. તેની શોધખોળ ચાલી રહી છે.