પૂજ્ય મોરારી બાપૂએ રામનવમીનું શુભેચ્છા પાઠવી, દરેક ઘરમાં બે દીવા પ્રગટાવવા આહ્વાન કર્યું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે રામનવમીના પાવન અવસરે દરેક વ્યક્તિને શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે પૂજ્ય બાપૂએ કહ્યું હતું કે, રામનવમી અને માનસનવમીના દિવસે સમગ્ર ગુજરાતને, આપણા દિવ્ય ભારતને, આપણી આ વસુધાને, આખી પૃથ્વી અને ત્રિભુવનને તલગાજરડાના સાધુ તરીકે સૌને  બધાઇ.

પૂજ્ય બાપૂએ કહ્યું હતું કે, કોરોનાના સમયમાં આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઘર ઘરમાં દીવો પ્રગટાવવા આહ્વન ક્યું હતું અને લગભગ દરેક વ્યક્તિએ તેમનો સાથે આપતા દીવો પ્રગટાવ્યો હતો. આજ રીતે આપણે રામનવમીના દિવસે ઘેર-ઘેર બે દીવા પ્રગટાવવા એક સાધુ તરીકે વિનંતી કરી હતી. 

પૂજ્ય બાપૂએ ઉમેર્યું હતું કે,  દેશમાં કોરોનાની અસર ફરીથી વધી રહી છે ત્યારે આપણે બધાએ ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે.

Share This Article