સમગ્ર દેશના લોકો ભગવાન વિષ્ણુના સાતમાં અવતાર ભગવાન શ્રીરામના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરી રહ્યાં છે. આજે રામનવમીના શુભ અવસર પ્રસંગે પરમ પૂજ્ય મોરારી બાપૂએ સમગ્ર વિશ્વ અને સંસારને શ્રીરામના પ્રાગટ્ય દિવસની શુભેચ્છા પાઠવી હતી.
આ પાવન પ્રસંગે પૂજ્ય મોરારી બાપૂએ જણાવ્યું હતું કે, શ્રીરામ વિશ્વરૂપ છે, ભગવાન છે અને પરમાત્મા છે. રામ ઇશ્વર છે. શ્રીરામના જન્મદિવસની સાથે-સાથે આજે રામચરિત માનસનો પણ પ્રાગટ્ય દિવસ છે.
બાપૂએ કહ્યું હતું કે, ત્રેતા યુગમાં શ્રીરામ પ્રગટ થયાં હતાં. આપણે શ્રીરામને આપણે જોયાં નથી, તેમનો સ્પર્શ કર્યો નથી, તેમને સાંભળ્યાં નથી. આપણે માત્ર તેમનું નામ લઇએ છીએ અને ધ્યાનમાં તેમનો અનુભવ કરીએ છીએ. જોકે, રામચરિત માનસને આપણે જોયું છે, માનસને સ્પર્શ્યાં છીએ, માનસથી સમગ્ર વિશ્વ સાથે સંવાદન કર્યો છે. રામ મંદિરમાં છે, રામ ચરિત આપણા હાથોમાં છે.