મુંબઇ : કુખ્યાત ડોન રવિ પુજારીની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેને લઇને નવી નવી વિગત સપાટી પર આવી રહી છે. મળેલી માહિતી મુજબ રવિ પુજારી ગાળ, ગોળી અને પેન્થર મારફતે ધમકી આપતો હતો. કોઇ પણ અંડરવર્લ્ડ ડોન માટે ગાળો અને ગોળીની બાબત સામાન્ય બાબત હોય છે. જા કે આફ્રિકી દેશ સેનેગલમાં પકડાઇ ગયેલો ડોન રવિ પુજારી બિલ્ડરો અને અન્યોને ધમકી આપતો હતો. તે બિલ્ડરો, હોટેલ માલિકો અને બોલિવુડની હસ્તીઓને ધમકી આપતો હતો. તે પોતાની ધમકીની સાથે સાથે દહેશત ફેલાવી દેવા માટે પેન્થરોનો પણ ઉપયોગ કરતો હતો. એસીપી મિલિન્દ ખેતલેનુ કહેવુ છે કે કેટલાક વર્ષ પહેલા તેઓ જ્યારે આ ડોનની સાથે સંબંધિત મામલામાં તપાસ અર્થે કર્ણાટક ગયા હતા.
એ વખતે જાણવા મળ્યુ હતુ કે રવિ પુજારીએ પોતાના પંટરો મારફતે કેટલાક વેપારીના આવાસ પર વિજિટિંગ કાર્ડ મુકાવી દેતા હતા. આ વિજિટિંગ કાર્ડમાં પેન્થરોના ફોટા રહેતા હતા. જેની વચ્ચે રવિ પુજારી નામ લખવામાં આવતુ હતુ. ત્યારબાદ તે આ લોકોને ફોન કરતો હતો અને હપ્તાની માંગ કરતો હતો. ફોન પર તે ધમકી આપતો હતો. મિલિન્દ ખેતલે જ્યારે કાંદીવલી ક્રાઇમ બ્રાન્ચમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીદ શર્માની સાથે કામ કરી રહ્યા હતા ત્યારે તેઓએ તેની પત્નિને બનાવટી પાસપોર્ટના કેસના સંબંધમાં પકડી પાડી હતી. પત્નિને કેટલાક દિવસ સુધી જેલમાં રાખવામાં આવી હતી. ત્યારબાદ તેને જામીન મળી ગયા હતા. ત્રણ મહિના બાદ તે દેશ છોડીને ફરાર થઇ ગઇ હતી. બંનેના ત્રણ બાળકો છે. જેમાં બે પુત્રી અને એક પુત્રનો સમાવેશ થાય છે. તેની પÂત્ન પંજાબી છે અને તે અંધેરીમાં રહેતી હતી.
બંનેએ લવ મેરિજ કર્યા હતા. રવિ પુજારીને ભારત લવાશે ત્યારે તેના બાળકોને પણ ભારત લવાશે કે કેમ તે સંબંધમાં ખુલાસો થયો નથી.