એડિલેડ : એડિલેડ ટેસ્ટમાં ભારતીય ટીમે તેની સ્થિતિ અતિમજબૂત બનાવી લીધી છે. ભારતે આ મજબૂત સ્થિતિ મેળવી લેવામાં ટોપ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ ચાવીરુપ ભૂમિકા ભજવી છે. પુજારાએ પ્રથમ ઇનિંગ્સમાં ૧૨૪ અને બીજીઇનિંગ્સમાં ૭૧ રન કર્યા છે. પ્રથમ ઇનિંગ્સમાં ભારતે ચાર વિકેટ ૪૧ રનમાં ગુમાવીદીધી હતી ત્યારે પુજારા મેદાનમાં આવ્યો હતો.
ત્યારબાદ નિચલા ક્રમના બેટ્સમેનોસાથે મળીને તે સ્કોરને ૨૫૦ સુધી પહોંચાડવામાં સફળ રહ્યો હતો. આ મેચમાં પુજારાએ ૪૫૦બોલનો સામનો કર્યો છે. આની સાથે જ તે ઓસ્ટ્રેલિયામાં એક ટેસ્ટ મેચમાં સૌથી વધારેબોલનો સામનો કરનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં પાંચમાં સ્થાને આવી ગયો છે.પુજારાએ પ્રથમ ઇનિંગ્સમાં ૨૪૬ અને બીજી ઇનિંગ્સમાં ૨૦૪ બોલનો સામનો કર્યો હતો.ઓસ્ટ્રેલિયામાં ભારત માટે એક ટેસ્ટ મેચમાં સૌથી વધારે બોલનો સામનો કરનાર બેટ્સમેનનીવાત કરવામાં આવે તો વિજય હજારે ટોપ ઉપર છે.
૧૯૪૮માં એડિલેડમાં રમાયેલી ટેસ્ટમેચમાં હઝારેએ પ્રથમ ઇનિંગ્સમાં ૩૦૩ બોલનો સામનો કર્યો હતો અને ૧૧૬ રન બનાવ્યાહતા. બીજી ઇનિંગ્સમાં ૩૭૨ બોલ રમ્યા હતા અને ૧૪૫ રન કર્યા હતા. આ યાદીમાં રાહુલદ્રવિડ બીજા સ્થાને છે. સચિન તેંડુલકર અને રવિ શાસ્ત્રી પણ આ યાદીમાં રહેલા છે. રાહુલ દ્રવિડે પણ પ્રથમઇનિંગ્સમાં બીજી સદી ફટકારી હતી. અને બીજી ઇનિંગ્સમાં અડધી સદી બનાવી હતી જેથીભારતે ઓસ્ટ્રેલિયા સામે મેચ ચાર વિકેટે જીતી લીધી હતી. રાહુલ દ્રવિડે પ્રથમઇનિંગ્સમાં ૨૩૩ રન કર્યા હતા જેમાં ૪૪૬ બોલનો સામનો કર્યો હતો જ્યારે બીજીઇનિંગ્સમાં ૭૨ રન કર્યા હતા જેમાં ૧૭૦ બોલનો સામનો કર્યો હતો.
યાદીમાં સચિન ત્રીજાસ્થાને છે. ૨૦૦૪ની સિડની ટેસ્ટમાં સચિન તેંડુલકરે ૫૨૫ બોલનો સામનો કર્યો હતો જે પૈકીપ્રથમ ઇનિંગ્સમાં ૨૪૧ રનની ઇનિંગ્સમાં ૪૩૬ બોલ અને બીજી ઇનિંગ્સમાં ૮૯ બોલનો સામનોકરી બનાવવામાં આવેલા ૬૦ રનનો સમાવેશ થાય છે. આ ટેસ્ટ મેચ ડ્રો જાહેર કરાઈ હતી. રવિશાસ્ત્રીએ પણ સિડનીમાં ૧૯૯૨માં ઇનિંગ્સની શરૂઆત કરીને ૨૦૬ રન કર્યા હતાજેમાં ૪૭૭ બોલનો સામનો કર્યો હતો. ૧૭ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ચેતેશ્વરપુજારા આધારભૂત બેટ્સમેન તરીકે ઉભરી ચુક્યો છે.