મેલબોર્ન ટેસ્ટમાં પુજારાની ફરી સદી, ભારત મજબૂત

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મેલબોર્ન :  મેલબોર્ન ખાતે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના આજે બીજા દિવસે ભારતીય ટીમે તેની સ્થિતી મજબુત બનાવી લીધી હતી. આજે બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતના પ્રથમ દાવમાં સાત વિકેટે ૪૪૩ રન દાવ ડિકલેરના જવાબમાં પ્રવાસી ઓસ્ટ્રેલિયાની ટીમે કોઇ પણ વિકેટ ગુમાવ્યા વિના આઠ રન કર્યા હતા. ભારત તરફથી વર્તમાન શ્રેણીમાં ચેતેશ્વર પુજારાએ બીજી સદી કરી હતી. પુજારા ૩૧૯ બોલ રમીને ૧૦ ચોગ્ગા સાથે ૧૦૬ રન કરીને આઉટ થયો હતો.

આ ઉપરાંત કોહલીએ ૮૨ રન કર્યા હતા. રોહિત શર્માએ ૬૩ રન કર્યા હતા. પંતે ૩૯ રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથ કમિન્સે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જા કે ઓસ્ટ્રેલિયાના બોલરો ભારતીય ટીમને સસ્તામાં આઉટ કરવામાં સફળ રહ્યા ન હતા. પુજારા શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. પુજારા અને કેપ્ટન વિરાટ કોહલીએ ત્રીજી વિકેટની ભાગીદારીમાં ૧૭૦ રન ઉમેરી લીધા હતા.પ્રથમ દિવસે ભારતે ખુબ ધીમી બેટિંગ કરી હતી. ૮૯ ઓવરમાં ભારતે માત્ર ૨૧૫ રન કરતા ક્રિકેટ ચાહકોમાં આની ચર્ચા જાવા મળી હતી.આજે ગઇકાલના સ્કોરથી ભારતીય ટીમે બેટિંગ શરૂ કરી હતી. પ્રથમ દિવસે  ૧૯મી ઓવરમાં ભારતે તેની પ્રથમ વિકેટ વિહારીના રુપમાં ગુમાવી હતી. ટીમમાં રોહિત શર્માનો ફરી સમાવેશ કરાયો છે.

જાડેજાને પણ ટીમમાં સમાવેશ કરાયો હતો. ભારે વિખવાદ બાદ ભારે હોબાળો રહ્યો હતો. પર્થ ટેસ્ટ મેચ ગુમાવી દીધા બાદ આની ચર્ચા રહી હતી.  અગાઉ ભારતીય કેપ્ટન કોહલીએટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનિંગમાં આવેલા મયંક અગ્રવાલે પોતાની કુશળતા દર્શાવી હતી. તે ૭૬ રન કરીને આઉટ થયો હતો. ટેસ્ટ પ્રવેશમાં અડધી સાથે ટે નવો રેકોર્ડ બનાવી ગયો હતો. અત્રે નોંધનીય છે કે પર્થના મેદાન ખાતે રમાયેલી ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચના પાંચમા અને  અંતિમ દિવસે ભારતીય ખેલાડીઓ જીતવા માટેના ૨૮૭ રનના ટાર્ગેટ સામે કોઇ પણ સંઘર્ષ કર્યા વગર આઉટ થઇ જતા કરોડો ક્રિકેટ ચાહકોમાં નિરાશાનુ મોજુ ફેલાઇ ગયુ હતુ. ભારતીય ટીમ પર આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ૧૪૬ રને મોટી જીત મેળવી હતી. આની સાથે જ ટેસ્ટ શ્રેણી હવે ૧-૧થી બરોબર થઇ ગઇ હતી.તે પહેલા   એડિલેડ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ  જીતીને  પ્રવાસી ભારતીય ટીમે ઇતિહાસ સર્જયો હતો. ભારતીય ટીમે ઇતિહાસ સર્જીને ઓસ્ટ્રેલિયા પર ૩૧ રને જીત મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૩૨૩ રનની જરૂર હતી. જા કે ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૯૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી.

Share This Article