રિયલ એસ્ટેટ ડેવલપર લોઢાની પબ્લિક નોટિસ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

લોઢાને અયોધ્યા અને ગોવામાં પ્લોટેડ ડેવલપમેન્ટ અને /અથવા હોટેલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે એવી પૂછપરછ પ્રાપ્ત થઈ રહી છે. ઘર ખરીદદારો અને હિસ્સાધારકોમાં સ્પષ્ટતાની ખાતરી રાખવા માટે ડેવલપરે જાહેર સૂચના જારી કરીને આપી છે કે ઉલ્લેખિત કંપનીઓ સાથે લોઢાને કોઈ સંબંધ નથી.

કૃપા કરી ધ્યાનમાં રાખો કે લોઢા ભારતના નં. 1 રિયલ એસ્ટેટ ડેવલપર છે*, જે મુંબઈ (એમએમઆર), પુણે અને બેન્ગલોરમાં કામકાજ કરે છે. તેના અયોધ્યા કે ગોવામાં કોઈ પ્રોજેક્ટ નથી. લોઢાને હાઉસ ઓફ અભિનંદન લોઢા (HoABL) અથવા સમાન નામો કે લોગોનો ઉપયોગ કરતી કોઈ પણ અન્ય કંપની સાથે કોઈ સંબંધ નથી.

સંભવિત ઘર ખરીદદારો અને હિસ્સાધારકો લોઢાના પ્રોજેક્ટોને ઓળખે તેમાં મદદરૂપ થવા માટે, બહેતર સ્પષ્ટતા અને વિશ્વસનીયતા માટે લોઢાની વિધિસર વેબસાઈટ www.lodhagroup.com પર વિઝિટ કરવાની ભલામણ છે.

Share This Article