તેમની પુત્રીની આત્માને હવે જ શાંતિ મળશે : પિતાનો મત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

હૈદરાબાદ ગેંગ રેપ અને મર્ડરના આરોપીઓને આજે સવારે એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ પિડિતાના પિતાએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. સાથે સાથે પોલીસનો આભાર માન્યો હતો. તેમની પ્રથમ પ્રતિક્રિયામાં પિડિતાના પિતાએ કહ્યુ હતુ કે હવે તેમની પુત્રીના આત્માને શાંતિ મળનાર છે. પોલીસ એન્કાઉન્ટરના મામલે ખુશી વ્યક્ત કરીને હૈદરાબાદ ગેગ રેપ પિડિતાની બહેને કહ્યુ હતુ કે આરોપીઓને એન્કાઉન્ટરમાં ઉડાવી દેવામાં આવ્યા છે. આ સમાચાર સાંભળીને ખુબ રાહત થઇ રહી છે. આ એક દાખલો સમાન છે. રેકોર્ડ ટાઇમમાં ન્યાય થયો છે. તે એવા પોલીસ અધિકારીઓનો આભાર માને છે જે આ મુશ્કેલ ઘડીમાં તેમની સાથે રહ્યા છે. સાથે સાથે ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના ગેંગ રેપના આરોપીઓને પણ આવી જ સજા કરવાની માંગ કરવામા આવી છે. નિર્ભયાની માતાએ પણ એન્કાઉન્ટરનુ સમર્થન કર્યુ છે.

તેમણે કહ્યુ હતુ કે આ બનાવને લઇને લોકોમાં નારાજગી હતી. પરિવારના સભ્યોને હવે ન્યાય મળ્યુ છે. દેશભરમાં આ ઘટના બાદ આક્રોશનુ મોજુ ફરી વળ્યુ હતુ. આરોપીઓને સળગાવી દેવાની માંગ ઉઠી રહી હતી. તેલંગણા સરકારની પણ ચારે બાજુ પ્રશંસા કરી હતી.

Share This Article