પૃથ્વી શોને ભારતીય ક્રિકેટના ભાવિ સુપરસ્ટાર તરીકે નિષ્ણાંતો માની રહ્યા છે. તેની અંદર રહેલી કુશળતાને જાતા આ પ્રકારની આગાહી કરવામાં આવી છે. ભવિષ્યમાં તે વિરાટ કોહલી અને સચિન તેન્ડુલકરની જેમ ક્રિકેટના ક્ષેત્રમાં વિશ્વમાં ડંકો વગાડી દેશે તેમ તમામ જાણકાર લોકો દાવા સાથે કહે છે.પૃથ્વીની સૌથી ઉપયોગી અને સારી બાબત એ છે કે તે નિયમિત રીતે કસરત અને પ્રેકટીસ કરે છે. તેની પાસેથી પણ ક્રિકેટમાં પ્રવેશ કરી રહેલા તમામ યુવા ખેલાડીઓને ઘણી બાબતો શિખવા જેવી રહેલી છે. પોતાની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારીને તમામને પ્રભાવિત કરનાર પૃથ્વી શોની તુલના આજે સચિન તેન્ડુલકર સાથે કરવામાં આવી રહી છે.
જો કે પૃથ્વી સચિન તેન્ડુલકરને પોતાના આદર્શ ખેલાડી તરીકે ગણે છે. તેની ફિટનેસ અને ડાિઇટને લઇને પણ યુવા ખેલાડીઓ બોધપાઠ લે તે જરૂરી છે. પૃથ્વી શોના સંબંધમાં જે બાબત જાણવા મળી છે તે મુજબ તે સવારે નાસ્તો આઠ વાગે કરે છે. જેમાં તે એક બાફેલા ઇન્ડા, એક ગ્લાસ દુધ અને એક સફરજન અથવા તો કેળાનો ઉપયોગ કરે છે. તે લંચ ૧૨-૩૦ વાગે કરે છે. જેમાં તે ચાર રોટલી, એક કટોરી શાક અને દાળ હોય છે. સાંજે ચાર વાગે તે હળવા સ્નેકનો ઉપયોગ કરે છે. જેમાં તે એક વેજી સેન્ડવિચ અને એક ગ્લાસ ફ્રુટ જ્યુસનો સમાવેશ થાય છે. રાત્રે ઉધતા પહેલા સાઢા સાત વાગ્યાની આસપાસ બે રોટલી અને એક કટોરી શાકનો ઉપયોગ કરે છે. રાત્રે દુધનો ઉપયોગ કરે છે. દિવસમાં ૧૨-૧૩ ગ્લાસ પાણી અને એનર્જી ડ્રિક્સ પણ લે છે. પૃથ્વી શો વહેલી સવારે ૪-૩૦ વાગે ઉઠી જાય છે. ૬-૯ વાગેની વચ્ચે કસરત અને ક્રિકેટની પ્રેકટીસ કરે છે. ત્યારબાદ એક કલાક સુધી આરામ કરે છે.
ત્યારબાદ ૯-૧૧ વાગે વચ્ચે ફરીથી ક્રિકેટની પ્રેકટીસ કરે છે. ૧૧-૨ વાગે વચ્ચે Âસ્વમિંગ અને ટેબલ ટેનિસ રમે છે. બેથી ત્રણ વાગે વચ્ચે આરામ કરે છે. ત્યારબાદ સાંજે ફરી પ્રેકટીસ કરે છે. ક્યારેય તે પોતાના ટાઇમટેબલમાં રજા રાખતો નથી. નવમી નવેમ્બર ૧૯૯૯ના દિવસે જન્મેલા પૃથ્વી શોએ ભારતીય ટીમમાં એન્ટ્રી કરતાની સાથે જ એક પછી એક મોટી સિદ્ધી હાંસલ કરી હતી. તે યુવા ખેલાડી તરીકે તમામનુ ધ્યાન ખેંચી રહ્યો છે. નવેમ્બર ૨૦૧૩માં તે વર્ષ ૧૯૦૧ બાદથી ક્રિકેટના ઓર્ગેનાઇઝ સ્વરૂપમાં સૌથી વધારે સ્કોર કરનાર ખેલાડી બની ગયો હતો. શોએ એ વખતે હેરિસ શિલ્ડ ડિવીઝન મેચમાં ૫૪૬ રન બનાવ્યા હતા. સચિન તેન્ડુલકર સાથે તેની આજે તુલના કરવામાં આવી રહી છે. તે જે રીતે રમી રહ્યો છે તે જાતા તેની કેરિયર ઉજ્જવળ દેખાઇ રહી છે.
ચોથી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે પૃથ્વીએ તેની કેરિયરની શરૂઆત આંતરરાષ્ટ્રીય સ્તર પર કરી હતી. ટેસ્ટ પ્રવેશની સાથે જ સદી કરનાર તે બીજા સૌથી યુવા ખેલાડી બની ગયો હતો. શોની લોકપ્રિયતા હવે વધી રહી છે. તે કેટલાક પ્રોજેક્ટ હાંસલ કરી રહ્યો છે. એસજી સાથે તે ૩૬ લાખની ડીલ કરી ચુક્યોછે. આ જાહેરાતમાં પહેલા સુનિલ ગાવસ્કર અને સચિન ચમકી ચુક્યા છે. વિરેન્દ્ર સહેવાગ અને રાહુલ દ્રવિડ પણ નજરે પડી ચુક્યા છે. પહેલી જાન્યુઆરી ૨૦૧૭ના દિવસે પૃથ્વીએ વર્ષ ૨૦૧૬-૧૭માં રણજી ટ્રોફીની પૃથ્વી સેમીફાઇનલમાં મુંબઇ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રવેશી ગયો હતો. આ મેચમાં તે બીજી ઇનિગ્સમાં સદી ફટકારી ગયો હતો. તે મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો. દુલીપ ટ્રોફીમાં પણ તેનો દેખાવ શાનદાર રહ્યો છે. ડિસેમ્બર ૨૦૧૭માં તે વર્ષ ૨૦૧૮ અંડર -૧૯ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે નિમાયોહતો. ભારતીય ટીમ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. તેના નેતૃત્વમાં ભારતીય ટીમે ચોથી વખત અંડર-૧૯ વર્લ્ડ કપ જીતી લેવામાં સફળતા મેળવી હતી. તે શાનદાર દેખાવ સાથે ઉભરીને આવ્યો હતો. બિહારના ગયાના વતની પૃથ્વી શોના પિતા પંજ જ ગુપ્તા હતા. મોડેથી તેમને શોના ટાઇટલ અપનાવ્યા હતા. નોકરીની તલાશમાં તેઓ મુંબઇ ગયા હતા. વર્ષ ૨૦૧૦માં શોને એએપી એન્ટરટેઇનમેન્ટ સાથે કરાર કર્યો હતો.
પૃથ્વીને ખરાબ સમયમાં ઇન્ડિયન ઓઇલ તરફથી સ્પોન્સરશીપ મળી ગઇ હતી. એકપછી એક સતત સારી સફળતા અને બેટિંગના કારણે આજે તે ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રવેશી ગયો છે. હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં તે ઘાયલ થઇ ગયો હતો. જેથી ચાહકો નિરાશ થયા હતા. .આવનાર સમયમાં તેની પાસેથી વધારે ધરખમ દેખાવની અપેક્ષા કરોડો ક્રિકેટ ચાહકો રાખી રહ્યા છે. તેમાં ભાવિ સચિન તેન્ડુલકર દેખાય છે. તેના પર જવાબદારી પણ મોટી આવનાર છે. પણ સક્ષમ બની રહી છે. તે ટોપ ઓર્ડર બેટ્સમેન હોવાની સાથે સાથે રાઇટ આર્મ ઓફ બ્રેક બોલર તરીકે પણ છે. જેનો ઉપયોગ કેટલાક સંજાગોમાં કરી શકાય છે. તે ભારતીય ટીમ માટે ઉપયોગી ખેલાડી તરીકે સાબિત થવાની દિશામાં આગળ વધી રહ્યો છે.