કચ્છ : કચ્છમાં નર્મદાના પાણી માટેની માગ સાથે કિસાન સંઘની સભા યોજાઈ છે. નર્મદા લાવો કચ્છ બચાવો ના નારા સાથે ખેડૂતોનો વિરોધ કર્યો છે. ભુજના ટીન સીટી ગ્રાઉન્ડ ખાતે વિશાળ સભા યોજાઈ છે. સભા અને રેલીયોજી કલેકટરને આવેદન પત્ર પાઠવાશે નર્મદા કેનાલના કામમાં વિલંબનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બીજી તરફ દુધઈ સબ બ્રાન્ચ કેનાલનું કામ ઝડપથી પૂર્ણ કરવા માગ કરી છે. બીજી તરફ વડોદરાના ડભોઈના ગોજાલી ગામેથી પસાર થતી પાઈપલાઈનમાં લીકેજની ઘટના બની છે. પાણી પુરવઠાની પીવાના પાણીના મુખ્ય પાઈપલાઈનમાં લીકેજ થઈ છે. પાઈપલાઈનના બંને તરફના વાલમાંથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પાઈપલાઈન માંથી લીકેજ થતું પાણી વહી ઢાઢર નદીમાં વહી જાય છે.
