ફરી એક વાર અમદાવાદ માં સ્પા ની અંદર ચાલતા દેહવિક્રયના ધંધા નો પરદાફાશ થયો છે, આ ઘટના વસ્ત્રાપુર માં ડ્રાઈવ ઈન રોડ ઉપર આવેલા ‘વાઈટ ઓર્ચિડ ડે’ નામના સ્પામાં ની છે જેમાં બોડી મસાજની આડમાં દેહવિક્રયનો વ્યવસાય ચાલતો હોવાની બાતમીના આધારે મહિલા ક્રાઈમ બ્રાંચની ટીમે ડમી ગ્રાહકને મોકલ્યો હતો. જો કે સ્પાના માલિકે ડમી ગ્રાહક પાસેથી રૂ.૧૦૦૦ લઈને તેને પાર્ટીશન વાળી રૂમમાં યુવતી સાથે શરીર સુખ માણવા મોકલ્યો હતો. જેના આધારે પોલીસે દરોડો પાડીને સ્પાના માલિકની ધરપકડ કરી હતી. પોલીસે દરોડો પાડયો ત્યારે સ્પામાંથી ૫ યુવતીઓ પણ મળી આવી હતી.
વસ્ત્રાપુર માં આવેલ ડ્રાઈવ ઇન રોડ ઉપર હિમાલયા મોલના બીજા માળે આવેલા ‘વાઈટ ઓર્ચિડ ડે’ નામના સ્પામાં બોડી મસાજની આડમાં દેહવિક્રયનો વ્યવસાય ચાલતો હોવાની અરજી મહિલા ક્રાઈમ બ્રાંચને મળી હતી. જેના આધારે પોલીસની ટીમે તપાસ કરતા આ સ્પામાં પાર્ટીશનવાળી ૫ રૂમ બનાવવામાં આવી હતી. જ્યારે સ્પામાં બોડી મસાજ કરાવવા આવતા ગ્રાહક પાસેથી માલિક સિંગભાઈ (નામ બદલેલ છે) પાસે થી રૂ.૧ હજાર લઈને તેમને યુવતીઓ સાથે શરીરસુખ માણવા દેતો હતો.આ માહિતીના આધારે પોલીસે એક ડમી ગ્રાહકને રૂ.૫૦૦ની ૨ નોટો લઈને આ સ્પામાં મોકલ્યો હતો. ડમી ગ્રાહકે અંદર જઈને સિંગભાઈ (નામ બદલેલ છે) સાથે વાત કરતા ગબ્બરસિંગે તેની પાસેથી રૂ.૧ હજાર લઈને તેને પાર્ટીશનવાળી રૂમમાં યુવતી સાથે મોકલ્યો હતો. જેથી ડમી ગ્રાહકે પોલીસને ઈશારો કરીને બોલાવી લેતા પોલીસે રેડ પાડી હતી. સ્પામાંથી માલિક સિંગભાઈ તેમજ ૫ યુવતી મળી આવી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.