પનામા પેપર લીક સાથે સંબંધિત બાબતોમાં મીડિયામાં પ્રસિદ્ધ થયેલા નવા કેસોની મલ્ટી એજંસી ગ્રુપ હેઠળ જેની રચના પહેલાથી જ સંકલન અને ઝડપી તપાસ તથા ત્વરિત તપાસ માટે કરવામાં આવી ચુકી છે તે લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવી રહી છે. આવી બાબતોની તપાસ માટે હાલની સ્ટાનડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાના અનુરૂપ, વાર્ષિક આવકવેરા રિટર્ન, વિશેષ રૂપથી વિદેશી અસ્કાયતો અનુસૂચી, વિદેશી રેમિટેંસ વિગતો વગેરે બાબતોમાં કથિત વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલા ખુલાસાઓની સાથે મીડિયા રિલીઝમાં પ્રકાશિત સૂચનાઓની તપાસ ઝડપથી કરવામાં આવશે અને ત્યારબાદ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યારબાદ ઉપયુક્ત બાબતોમાં તપાસ કરવામાં આવશે, જેથી તેમને તાર્કિક નિષ્કર્ષ સુધી લઇ જઇ શકાય.
પનામા પેપર લીકનો ખુલાસો મૂળ રૂપથી શોધ પત્રકારોના આંતરરાષ્ટ્રીય ફેડરેશન- આઈસીઆઈજી દ્વારા ૪ એપ્રિલ, ૨૦૧૬ના રોજ કરવામાં આવ્યો હતો. તે દિવસે સરકારે તેના સંયોજકના રૂપમાં સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્ષ બોર્ડ (સીબીડીટી)ના અધ્યક્ષની અધ્યક્ષતામાં એમએજીની રચના કરી હતી, જે આયકર વિભાગ, ઇડી, એફઆઈયૂ તથા ભારતીય રિઝર્વ બેંકના પ્રતિનિધિયો સાથેની રચના કરવામાં આવી હતી.
પનામા પેપર લીક સાથે સંબંધિત ૪૨૬ વ્યક્તિયોની ઇન્કમ ટેક્સ વિભાગ તથા એમએજીની અન્ય સભ્ય એજંસીઓ દ્વારા તપાસ કરવામાં આવી છે. જોકે, આઇસીઆઈજી દ્વારા પ્રસિદ્ધ ડેટાબેસમાં કોઇ આર્થિક વિગત કે લાભદાયક માલિકી સંબંધિત કોઇ વિગત હતી નહિ, આથી મોટાભાગની બાબતોમાં તેમની જાણકારી ટેક્સ સમજૂતી અંતર્ગત વિદેશી ન્યાયાધિકાર ક્ષેત્ર પાસેથી માંગવી પડી.
જે ૭૪ બાબતોની કાર્યવાહી યોગ્ય જણાઇ તેમાં ૬૨ બાબતોમાં ખૂબ જ સખ્તાઇથી પગલા ભરવામાં આવ્યા તથા ૫૦ બાબતોમાં શોધ કરવામાં આવી અને ૧૨ બાબતોમાં સર્વેક્ષણ કરવામાં આવ્યું જેમાં લગભગ ૧૧૪૦ કરોડ રૂરપયાની બિનજોહેર વિદેશી રોકાણ મળી આવ્યું. ૧૬ બાબતોમાં ક્રિમિનલ ફરિયાદથી સંબંધિત કેસ દાખલ કરવામાં આવ્યાં છે, જે વિભિન્ન ન્યાય અધિકાર ક્ષેત્ર અદાલતોમાં સનવણીના વિભિન્ન તબક્કામાં છે. કાળુ નાણા અધિનિયમ અંતર્ગત ૩૨ બાબતોમાં નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.