નવી દિલ્હી: અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને પ્રમોશનમાં અનામત આપવા સાથે સંબંધિત મામલા પર સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. ચીફ જÂસ્ટસ દિપક મિશ્રાના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટ આ મામલામાં સુનાવણી ચલાવે છે. ૧૨ વર્ષ પહેલાના એમ નાગરાજ મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ફેરવિચારણા કરવાની જરૂર છે કે કેમ તે મામલામાં સુનાવણી ચાલી રહી છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે, એમ નાગરાજ કેસમાં આપવામાં આવેલા ચુકાદા પર ફેરવિચારણા કરવા માટે સાત જજની બેંચની રચના કરવી જાઇએ.
આ મામલામાં સુપ્રીમ કોર્ટની પીઢ આ બાબતમાં મૂલ્યાંકન કરી રહી છે કે, ક્રિમિલેયરના સિદ્ધાંતોને એસસી અને એસટી સમુદાય માટે લાગૂ કરવામાં આવે કે કેમ. હાલમાં ઓબીસી માટે આ વ્યવસ્થા અમલી છે. આ પહેલા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૬ના નાગરાજ ચુકાદાના પરિણામ સ્વરુપે એસસી અને એસટી માટે પ્રમોશનમાં અનામતની ગતિ રોકાયેલી છે. કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ કેકે વેણુગોપાલ તરફથી સુપ્રીમ કોર્ટમાં ધારદાર દલીલો કરવામાં આવી હતી અને કહ્યું હતું કે, પ્રમોશનમાં અનામત આપવાની બાબત યોગ્ય છે કે, કેમ તે અંગે તેઓ ટિપ્પણી કરવા માંગતા નથી પરંતુ આ વર્ગ એક હજાર વર્ષથી વધારે સમયથી દલીલોનો સામનો કરે છે.
નાગરાજ મામલામાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચને ચુકાદાની સમીક્ષા કરવાની જરૂર છે. કેન્દ્ર તરફથી એવી દલીલ કરવામાં આવી છે કે, એસસી અને એસટી સમુદાય પહેલાથી જ પછાત છે જેથી પ્રમોશનમાં રિઝર્વેશન આપવા માટે કોઇ ડેટાની જરૂર નથી. એટર્ની જનરલે છેલ્લી સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, જ્યારે એક વખતે એસસી અને એસટીના આધાર પર નોકરી મળી ચુકી છે ત્યારે પ્રમોશનમાં અનામત માટે ફરીથી ડેટાની શું જરૂર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, વર્ષ ૨૦૦૬ના નાગરાજ ચુકાદા મુજબ સરકાર એસસી અને એસટીને પ્રમોશનમાં અનામત એજ વખતે આપી શકે છે જ્યારે ડેટાના આધાર પર નક્કી કરવામાં આવે કે તેમનું પ્રતિનિધિત્વ ઓછું છે અને વહીવટી તંત્રની મજબૂરી રહેલી છે.