નવીદિલ્હી : એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં મોદી સરકારે ૨૫ ઓઇલ અને ગેસ ફિલ્ડની હરાજીમાં બીડ રજૂ કરવા માટેની સમય મર્યાદાને બીજી વખત મોકૂફ કરી દીધી છે. એક લાખ કરોડ રૂપિયાથી વધુના સંશાધનો આ ઓઇલ અને ગેસ ફિલ્ડ ધરાવે છે. ઓગસ્ટ અને ડિસેમ્બરમાં હરાજીના બીજા રાઉન્ડની શરૂઆત થઇ હતી જે બીડની રજૂઆત માટે મૂળભૂત સમય મર્યાદા હતી. ત્યારબાદ તેને ૧૮મી જાન્યુઆરીની મહેતલ સુધી મોકૂફ કરી દેવામાં આવી હતી. હવે નવી ડેડલાઈન આપ્યા વગર આ મામલાને ફરી મોકૂફ કરી દેવામાં આવ્યો છે.
૨૫ ઓઇલ અને ગેસ ફિલ્ડની હરાજી માટે બીડ સુપ્રત કરવાની મહેતલ મોકૂફ કરી દેવામાં આવતા આને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. ઓએનજીસી અને ઓઆઈએલનું કહેવું છે કે, નાના કદના પરિણામ સ્વરુપે આ ફિલ્ડને વિકસિત કરવા તેઓ સક્ષમ નથી. વર્તમાન મર્યાદાની કિંમતો તેમના વિકાસ માટે યોગ્ય નથી. ખાનગી કંપનીઓને પુરતી રકમ મળી શકે છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગયા મહિનામાં જ સંસદમાં કહ્યું હતું કે, ઓએનજીસી ૧૨૮૨૬ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે જ્યારે ઓઆઈએલ દ્વારા ૨૨૪.૨૭ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.