રાજકોટ : રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી ખાનગી મારવાડી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. શિક્ષણના ધામમાં પ્રોફેસરની ગંદી હરકત સામે આવી છે. કોમ્પ્યુટર વિભાગના પ્રોફેસર ન્યૂડ વીડિયો કોલ કરતા કેમેરામાં કેદ થયા છે. ચોંકાવનારી વાત એ છે કે વિદ્યાનાં ધામમાં પ્રોફેસરની આ ગંદી અને હલકી કરતૂતનો વીડિયો યુનિવર્સિટીનાં જ કોઈ વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે વાઇરલ થતાં પ્રોફેસરની નિમ્નકક્ષાની કરતૂતનો ભાંડો ફૂટ્યો છે. હવે આ પ્રોફેસરની ઓળખ પણ સામે આવી છે. પરંતુ, યુનિવર્સિટીનાં સત્તાધીશો દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. મીડિયા આ કથિત વીડિયોની પુષ્ટિ કરતું નથી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ વીડિયો યુનિવર્સિટીનાં જ કોઈ વિદ્યાર્થી દ્વારા ઉતારવામાં આવ્યો છે. વાઇરલ વીડિયોમાં પ્રોફેસર કોઈ મહિલાને વીડિયો કોલ કરતા અને મહિલા ન્યૂડ ડાન્સ કરતા નજરે પડે છે.
મારવાડી યુનિવર્સિટીનાં જે પ્રોફેસરનો આ વીડિયો વાઇરલ થયો છે તેમનું નામ આશિષ કુમાર ભાલોડીયા હોવાનું અને તેઓ કોમ્પ્યુટર વિભાગનાં પ્રોફેસર હોવનાં પ્રાથમિક અહેવાલ છે. જો કે, આ અંગેની હકીકત જાણવા જ્યારે યુનિવર્સિટીનાં સત્તાધીશોનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે પ્રોફેસર અંગે કોઈ પુષ્ટિ કરી નથી. પરંતુ, મારવાડી યુનિવર્સિટીનાં પ્રોફેસરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં હડકંપ મચી જવા પામ્યો છે. આ મામલે હવે યુનિવર્સિટી શું પગલાં લે છે તેનાં પર સૌની નજર છે.